________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
સામ્યશતક यदात्मन्येव निक्लेशं नेदियोऽकृत्रिमं सुखम् । अमिभिः स्वार्थलाम्पट्यादिन्द्रियैस्तद्विबाध्यते ।।५९।।
અર્થ : જે ક્લેશ વિનાનું અને અકૃત્રિમ-સ્વાભાવિક સુખ આત્માની નજીક રહેલું છે, તે સુખનો, આ ઇન્દ્રિયો પોતાની સ્વાર્થલંપટતાથી બાધ કરે છે.
: વિવેચન : દરેક ઇન્દ્રિય પોતાના સ્વાર્થમાં લંપટ બનેલી છે અને મને પણ તે તે ઇન્દ્રિયના સ્વાર્થમાં સાથ આપે છે!
કાન મધુર શબ્દોના શ્રવણમાં, આંખો વસ્તુઓના સૌન્દર્યને જોવામાં, નાક સુગંધ લેવામાં, જીભ પ્રિય રસનો આસ્વાદ લેવામાં અને સ્પર્શનેન્દ્રિય પ્રિય વિષયનો સ્પર્શ કરવામાં લીન છે, લંપટ છે. એટલે મન આત્મસુખ તરફ વળતું નથ.
આત્માનું સ્વાધીન અને સ્વાભાવિક સુખ મનને યાદ જ નથી આવતું! ઇન્દ્રિયોની વિષયલંપટતા મનને આત્મસુખ પાસે જવા જ દેતી નથી. અત્યંત નિકટ રહેલું આત્મસુખ... જીવાત્મા મેળવી શકતો નથી કે ભોગવી શકતો નથી.
તાત્પર્યાર્થ એ છે કે ઇન્દ્રિયો અને મન એના વિષયોમાં રમમાણ હોય તો આત્મસુખની અનુભૂતિ થઈ શકતી નથી. આત્મસુખ સ્વાધીન અને સ્વાભાવિક સુખ છે, નિત્ય અને નિર્ભય સુખ છે, એ સુખ જીવાત્મા મેળવી શકતો નથી. આ બહુ મોટું નુકસાન છે, ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે –
जे नजीक है श्रमरहित, आप ही में सुखराज,
बाधत है ताकुं करन आप अरथके काज । સ્વાર્થલંપટ ઇન્દ્રિયો, પાસે રહેલા સ્વાધીન સુખને મેળવવામાં વિપ્ન બને છે. માટે ઇન્દ્રિયોની સ્વાર્થલંપટતાનો નાશ કરવો જ પડે. તે નાશ કરવા માટે સામ્યભાવનો આશ્રય લેવો પડે.
For Private And Personal Use Only