________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગશતક
यदामनन्ति विषयान् विषसब्रह्मचारिणः । तदलीकममी यस्मादिहामुत्रापि दुःखदाः ।।५८ ।।
: અર્થ : કેટલાક (લોકો) વિષયોને વિષ સમાન કહે છે, તે ખોટું છે, કારણ કે વિષ (ઝેર) તો આ લોકમાં જ દુઃખ આપે છે, જ્યારે વિષયો આ લોક અને પરલોકમાં પણ દુઃખ આપે છે.
:વિવેચન : વિષયો વિષ કરતાં પણ ભયંકર છે.” આમ કહેવા માટે તેઓ કહે છે : વિષયોને ઝેર જેવા કહેવા, તે ખોટું છે! ઝેર તો માત્ર એક જીવનનો નાશ કરે છે, જ્યારે વિષયોનો ઉપભોગ અનેક જન્મોમાં દુઃખી કરે છે. - વિષયોના ભોગ-ઉપભોગમાં જીવ તીવ્ર રાગ-દ્વેષ કરે છે. - તીવ્ર રાગ-દ્વેષથી નિકાચિત જેવાં પાપકર્મો બાંધે છે. - એ પાપકર્મો અનેક જન્મો સુધી ભોગવવા પડે છે, અર્થાત્ વિવિધ તીવ્ર દુ:ખી
ભોગવવાં પડે છે. - દુર્ગતિઓની પરંપરા ચાલે છે.
માટે ગ્રંથકાર કહે છે ઇન્દ્રિયોને ખપ પૂરતી જ વિષયોના સંપર્કમાં રાખી; તે પણ મનમાં સમભાવ રાખીને વિષયોનો સંપર્ક કરાવો. વિષયોમાં રાગ-દ્વેષ કરવાની જનમ-જનમની ટેવને ટાળવાની છે.રાગ-દ્વેષ કર્યા વિના, સમતાભાવે વિષયોનો પરિમિત ભોગ-ઉપભોગ કરવાની આદત પાડવાની છે.
૦ મનમાં સમભાવ રાખી, તમે તમારી નિંદા-પ્રશંસા સાંભળો. ૦ મનમાં શમ-પ્રશમભાવ રાખીને વસ્તુનું રૂપ જુઓ. ૦ મનમાં ઉપશમભાવ રાખીને સુગંધ-દુર્ગધનો અનુભવ કરો. ૦ મનમાં ઉપશાન્તભાવ ધારણ કરીને સરસ-નીરસ ભોજન કરો. 0 મનમાં સામ્યભાવ રાખીને પ્રિય-અપ્રિય વિષયનો સ્પર્શ કરો...
આ રીતે કરેલો વિષયોપભોગ દુઃખી નહીં કરે. આ લોકમાં કે પરલોકમાં તમને દુખ નહીં આપે.
For Private And Personal Use Only