________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विषयेष्विन्द्रियग्रामश्चेष्टमानोऽसमंजसम् । नेतव्यो वश्यतां प्राप्य साम्यमुद्रां महीयसीम् ।। ५७ ।।
:અર્થ:
વિષયોમાં અયોગ્ય ચેષ્ટા કરનારી ઈન્દ્રયોના સમૂહને, સમતાની મોટી મુદ્રા પ્રાપ્ત કરી, વશ કરવો જોઈએ.
સામ્યશતક
: વિવેચન :
વિષયોમાં (શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં) ઇન્દ્રિયો અયોગ્ય ચેષ્ટા કરે છે! અયોગ્ય ચેષ્ટા એટલે રાગ-દ્વેષ. ઇન્દ્રિયો વિષયોમાં રાગ-દ્વેષ કરીને આત્માને મલિન કરે છે, માટે ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ. રાગ-દ્વેષ કરતી ઇન્દ્રિયોને રોકવી જોઈએ.
રાગ-દ્વેષ કરતી ઇન્દ્રિયોને રોકવી, એ નાનુંસૂનું કામ નથી, અતિ વિકટ કામ છે. પરંતુ અહીં ગ્રંથકારે સરસ ઉપાય બતાવ્યો છે. એ ઉપાય છે સામ્યમુદ્રાનો! સમતાનો, શમ-પ્રશમ ભાવનો. તમારું મન જો સમતા ભાવમાં લીન રહે, પ્રશમભાવમાં તલ્લીન રહે તો રાગ-દ્વેષ ઓછાં થઈ જાય.
જે મનમાં, જે ચિત્તમાં સમતા રહે છે એ ચિત્તમાં તીવ્ર કોટિના રાગદ્વેષ નથી રહેતા. પછી ઇન્દ્રિયોના ઉન્મત્ત અશ્વો ઉન્માર્ગગામી નથી બનતા. જો તમે સમતાભાવથી ઇન્દ્રિયોને વશ નહીં કરો તો એ ઇન્દ્રિયોના ઘોડા તમને નરકના અરણ્યમાં લઈ જશે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
उन्मारगगामी अवश, इन्द्रिय चपल तुरंग,
खेंची नरक अरण्यमें, लेइ जाय निज संग ।
For Private And Personal Use Only
પ્રસ્તુતમાં ગ્રંથકારે ઇન્દ્રિયોના સમૂહને (પાંચેય ઇન્દ્રિયોને) વશ કરવાનો જે ઉપાય બતાવ્યો છે તે અદ્વિતીય છે! તમે સામ્યભાવ તમારા ચિત્તમાં ધારણ કરો.... સામ્યભાવથી ભરેલું ચિત્ત, ઇન્દ્રિયોને વશ કરશે! ઇન્દ્રિયોની ચંચળતા દૂર થશે. રાગ-દ્વેષ મંદ પડી જશે. વિષયોમાં ખપ પૂરતું જ વિચરણ કરશે. ઉન્માર્ગે નહીં જાય. સીધા માર્ગે ચાલશે. માટે મનમાં સામ્યભાવને સ્થિર કરો.