________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભ્યશતક
भोगीनो दृग्विषाः स्पष्टं दृशा स्पृष्टं दहंत्यहो। स्मृत्यापि विषयाः पापा: दंदह्यन्ते च देहिनः ।।५६ ।।
: અર્થ : દષ્ટિવિષ” જાતના સર્પો જેને દષ્ટિથી સ્પર્શ કરે તે બળી મરે છે, પરંતુ પાપી વિષયો તો તેમના સ્મરણ કરવા માત્રથી જીવોને બાળી નાંખે છે!
:વિવેચન : પાંચ ઇન્દ્રિયોના વિષયો, દૃષ્ટિવિષ સર્પ કરતાં ય વધારે ભયંકર છે. દુપ્રિવિલ સર્પોની દૃષ્ટિમાં - આંખોમાં ઝેર રહેલું હોય છે. એ સર્પો, જે જીવો પર દૃષ્ટિ નાખે, જે વૃક્ષો પર, જે પશુ-પક્ષી પર દષ્ટિ નાંખે... તે બળીને રાખ થઈ જાય છે.
જ્યારે આ ઇન્દ્રિયોના વિષયોનું જે જીવ સ્મરણ કરે છે, તેને આ વિષયો બાળી નાંખે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે :
नयनफरस जनु तनु लभे, दहे द्रष्टिविष साप,
तिनसुं भी पापी विषय, सुमरे करे संताप। પાંચ ઇન્દ્રિયના વિષયો સાથે મનમાં પણ પ્રેમ કરવાનો નથી, મનથી પણ એનો ભોગ કરવાનો નથી. અર્થાત્ માનસિક રીતે પણ વૈષયિક સુખોના ભોગપભોગની કલ્પનાઓ કરવા જેવી નથી. મનથી પણ કરેલી વિષયસ્પૃહા, વિષયભોગ, આત્માના શુભ પરિણામોને બાળી નાંખે છે. પવિત્ર અધ્યવસાયોનો ઘાણ કાઢી નાંખે છે.
જો મનથી સ્મરણ કરવા માત્રથી આવું દુઃખદાયી પરિણામ આવે છે, તો એ વિષયોના શારીરિક ઉપભોગથી તો કેવું દારુ પરિણામ આવે? એ જાણવાસમજવા વિપાકસૂત્ર' ને એકાગ્રતાથી વાંચવું - સાંભળવું જોઈએ. વિષયાસક્તિના દારુણ વિપાકોનું વર્ણન સાંભળતાં કે વાંચતાં રૂંવાડા ખડાં થઈ જશે.
પાંચ ઇન્દ્રિયો તો વિયો (પોતાના પ્રિય) મળતાં નાચી ઊઠે છે.... ખુશખુશાલ થઈ જાય છે, પરંતુ પરિણામ ભયંકર છે.
For Private And Personal Use Only