________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यद्वामी पिशुनाः कुर्युरनार्यमिह जन्मनि । ક્રિયાળિ તુ ટુર્નુત્તા, અમુત્રાપિ પ્રવર્તે ।।૯||
સામ્યશતક
: અર્થ :
અથવા, પેલા દુર્જનો તો આ જન્મમાં જ અનર્થ કરે છે, જ્યારે દુષ્ટ આચરણવાળી ઇન્દ્રિયો તો આ જન્મમાં અને પરલોકમાં પણ અનર્થકારી છે.
વિવેચનઃ
દુર્જનો કરતાં ઇન્દ્રિયો કેમ વધુ અનર્થકારી છે, એ વાત ગ્રંથકાર બતાવે છે.
દુર્જનો તો વર્તમાનજીવનમાં જ બીજા લોકોને દુઃખ આપે છે, ત્રાસ આપે છે, જ્યારે આ ઇન્દ્રિયો તો વર્તમાન જીવનમાં અને પારલૌકિક જીવનમાં પણ દુઃખ આપનારી છે.
આ ઇન્દ્રિયોની પરવશતાથી જીવ પાપાચરણ કરવા પ્રેરાય છે. એ પાપાચરણના કારણે એ વર્તમાનજીવનમાં અપયશ આદિ પામે છે અને પરલોકમાં દુર્ગતિનાં દુઃખો પામે છે.
શ્રમણ ભગવાન મહાવીરના કાનમાં ખીલા કેમ ઠોકાણા હતા? પૂર્વજન્મમાં પ્રિય શબ્દ-સંગીતના રસના કારણે નોકરના કાનમાં ગરમ-ગરમ સીસું રેડાવ્યું હતું!
- દ્રૌપદીને પાંચ પતિ કેમ કરવા પડ્યા? પૂર્વજન્મમાં સાધ્વીના ભવમાં આંખોથી વેશ્યાનો વિલાસ જોયો હતો અને ગમ્યો હતો!
- મથુરાના મંગુ આચાર્યને ગટરના પક્ષનો જન્મ કેમ મળ્યો? કઈ ઇન્દ્રિયના પાપે? રસનેન્દ્રિયના જ પાપે.
આવાં તો અનેક શાસ્ત્રીય દૃષ્ટાંતો છે. ઇન્દ્રિયોની પરવશતા જીવને ઉભય લોકમાં દુઃખી કરે છે.
For Private And Personal Use Only
માટે ઇન્દ્રિયો પર વિજય મેળવવો અતિ આવશ્યક છે. કષાયોને તો ઇન્દ્રિયો ઉત્તેજિત કરે જ છે, સાથે સાથે જીવ પાસે અનેક પાપ કરાવે છે. એ પાપો અનેક જન્મો સુધી જીવને દુઃખ આપ્યા કરે છે, માટે ઇન્દ્રિયોના ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરો.