________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવ્યશતક
પપ
एतानि सौमनस्यस्य द्विषन्ति महतामपि । स्वार्थसंपत्तिनिष्टानि स्पर्धन्ते हंत दुर्जनः ।।५४ ।।
:અર્થ : સ્વાર્થ સાધવામાં તત્પર એવી એ ઇન્દ્રિયો, મહાનુ પુષોના શ્રેષ્ઠ હૃદયનો પણ દેષ કરે છે. એથી તેઓ ખરેખર, દુર્જનોની સ્પર્ધા કરે છે. (અર્થાતુ દુર્જનોની સાથે હરીફાઈમાં ઊતરે છે.)
ઇન્દ્રિયો સ્વાર્થ સાધવામાં એવી તત્પર હોય છે કે તે, દુર્જનોને પણ શરમાવે છે. દુર્જનોની સ્વાર્થસાધના કરતાં ઇન્દ્રિયોની સ્વાર્થસાધના વધુ પ્રબળ હોય છે. - શ્રવણેન્દ્રિય પ્રિય શબ્દના શ્રવણમાં, - નેત્રેન્દ્રિય પ્રિય રૂપના દર્શનમાં, - ધ્રાણેન્દ્રિય પ્રિય ગંધની આઘાણમાં, - રસનેન્દ્રિય પ્રિય રસના આસ્વાદમાં, અને - સ્પર્શનેન્દ્રિય પ્રિય વિષયના સ્પર્શમાં લીન રહે છે. એનાથી ઉત્તમ પુરુષોના
હૃદયને કેટલું નુકસાન થાય છે, એની એ પરવા નથી કરતી.
ઇન્દ્રિય, ઉત્તમ પુરુષોના હૃદયને પણ પોતાના વિષયો તરફ આકર્ષવા માટે લાખ પ્રયત્નો કરે છે અને આ રીતે એ ઉત્તમ-શ્રેષ્ઠ પવિત્ર હૃદયોને પણ બગાડે છે. - આષાઢાભૂતિ મુનિના પવિત્ર હૃદયને કોણે બગાડ્યું હતું? - નંદીષેણ મુનિના નિર્મળ હૃદયને કોણે મલિન કર્યું હતું? - અરણિક મુનિના સ્વચ્છ મનને કોણ ગંદું કર્યું હતું? ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે –
आप काज पर सुख हरे, धरे न कोसुं प्रीति,
इन्द्रिय दुर्जनपरिदहे वहे, न धर्म, न नीति। પોતાના સ્વાર્થ માટે એ ઇન્દ્રિયો બીજાના સુખ હરી લે છે અને એ ઇન્દ્રિયો ક્યારેય કોઈની સગી થતી નથી. એને કોઈ ધર્મ નથી હોતો કે કોઈ નીતિ નથી હોતી. એ દુર્જનોમાં પણ દુર્જન છે!
For Private And Personal Use Only