________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૭
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્યાતક
सूत्रयंती गतिं जिह्मां मार्दवं बिभ्रति बहि: ।
अजस्त्रं सर्पिणीवेयं माया दंदश्यते जगत् । । ४५ ।।
: અર્થ:
વક્ર (વાંકી) ગતિવાળી અને બહારથી કોમળતા દેખાડતી આ માયા-સાપણ નિરંતર જગતને અતિશય ડસ્યા કરે છે.
: વિવેચન :
માયાવી માનવી
- ક્યારેય સીધો ન ચાલે, વાંકો ચાલે.
ક્યારેય એ કોમળ ન હોય, કઠોર હોય.
છતાં એ બહારથી સીધો દેખાય! બહારથી કોમળ દેખાય! એટલે સરળ જીવો એના પર વિશ્વાસ કરે છે. જેઓ એના પર વિશ્વાસ મૂકે છે, એમનો એ વિશ્વાસઘાત કરે છે. નાગણની જેમ એ ડસે છે.
માયાને સાપણની - નાગણની ઉપમા આપી છે. સાપણ હમેશાં વાંકી ચાલે. ઉપરથી એ કોમળ દેખાય, લીસી દેખાય, પરંતુ ભીતરમાં એ કઠોર હોય છે. જે કોઈ જીવ એને દેખાય છે, એને એ ડસે છે. ડંખ મારે છે. આખા જગતને ડંખે છે. એનો ડંખ પ્રાણ હરનારો હોય છે.
ઉપાધ્યાયત્રી યશોવિજયજી કહે છે
कोमलता बाहिर धरत करत वक्रगति चार,
7
माया सापिणी जग डसे, ग्रसे सकल गुण सार ।
ઉપાધ્યાયજીએ એક વિશેષ વાત કરી છે. 'ગ્રસે સકલ ગુણસાર.' માયાવી માણસ ડસે છે બીજાને, પરંતુ એના જ બધા ગુણ ગ્રસિત થઈ જાય છે. એના જ બધા ગુણ નાશ પામી જાય છે. માયા-સાપણની આ ભયંકરતા છે! માયાવીનો ગુણ-વૈભવ નાશ પામી જાય છે.
For Private And Personal Use Only
માયાવી માનવી પર ક્યારેય વિશ્વાસ ન કરવો. એની કોમળતા જોઈને કે એની મીઠી વાણી સાંભળીને ભ્રમિત ન થવું. એ ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે.