________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્પતકે
मायावल्लीवितानोऽयं रुद्धब्रह्मांडमंडपः । विधत्ते कामपिच्छायां पुंसां संतापदीपनम् ।।४४ ।।
': અર્થ: જેણે બ્રહ્માંડના મંડપને ઢાંકી દીધો છે, એવો આ માયાનો લતા-ચંદરવો, માણસોને કોઈ સંતાપ કરનારી છાયા આપે છે.
વિવેચન : સમગ્ર બ્રહ્માંડ પર છવાઈને આ માયાનો ચંદરવો રહેલો છે. આ ચંદરવા નીચે રહેલા માણસોને એ કોઈક એવી છાયા આપે છે કે જે માણસોને સંતપ્ત કરે છે.
સામાન્ય રીતે, ચંદરવા નીચે રહેલા માણસોને શીતલ છાયા મળતી હોય છે. ઉકળાટ શમી જતો હોય છે. જ્યારે આ માયાના ચંદરવા નીચે માણસો પરિતાપ અનુભવે છે. સંતાપનું ઉદ્દીપન થાય છે.
માયાને ચંદરવાની યથાર્થ ઉપમા આપી છે! માયાવી માનવી છલ-કપટ કરીને એમ નિરાંત અનુભવે છે કે હવે મારું કામ જરૂર થઈ જશે. પરંતુ એ “નિરાંત' માત્ર કલ્પના હોય છે. નિરાંતની અંદર અત્તિ ધૂધવતી હોય છે.
સમગ્ર બ્રહ્માંડ ઉપર માયાનો ચંદરવો રહેલો છે.” એમ કહીને ગ્રંથકારે ઊર્ધ્વલોક, અધોલો અને તિર્યંગ લોકના સર્વ જીવોનો નિર્દેશ કર્યો છે. દેવદાનવ કે માનવ હોય, પશુ-પક્ષી કે માનવી હોય....જે કોઈ જીવ આ માયાના ચંદરવા નીચે હોય છે, એના મનમાં શાંતિ કે સમતા હોય જ નહીં. એ જીવો સંતાપ-પરિતાપથી બળતા જ હોય છે.
સામાન્ય રીતે માણસ એમ સમજતો હોય છે કે ચંદરવા નીચે શીતળતા મળે છે, છાયા મળે છે... પરંતુ આ માયાનો ચંદરવો વિચિત્ર છે. એની છાયા વિચિત્ર છે. છાયા પરિતાપ આપે છે! છાયા આંતરિક ઉકળાટ આપે છે.
માટે ગ્રંથકાર કહે છે : માયાના ચંદરવા નીચે ન રહો.
For Private And Personal Use Only