________________
Shri Mahavir Jain Aradhana Kendra
સામ્યશતક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रणिधाय ततश्चेतः तन्निरोधविधित्सया ।
ऋजुतां जांगुलीमेतां शीतांशुमहसं स्मरेत् । । ४६ ।।
:અર્થ:
તે માયાને રોકવાની ઇચ્છા હોય તો ચિત્તને સ્થિર રાખીને ચન્દ્રની કાંતિ જેવા સરળતારૂપી ‘જાંગુલી મંત્ર'નું સ્મરણ કરવું.
: વિવેચનઃ
૪૭
શું એ માયા-નાગણને તમારી પાસે આવતી રોકવી છે?
- શું એને રોકવાની પ્રબળ ઇચ્છા છે?
તો સર્વપ્રથમ તમારા ચિત્તને સ્થિર કર્રા, અને - સરળતારૂપી ‘જાંગુલીમંત્ર’નું સ્મરણ કરો.
સર્પનું ઝેર ઉતારવા માટે ‘જાંગુલી મંત્ર’નો જાપ કરવો પડે છે. અહીં ગ્રંથકાર કહે છે કે સાપણ પાસે જ ન આવે તે માટે જાંગુલી મંત્રનું સ્મરણ કરો!
પરંતુ મંત્રસ્મરણ કરવાની વાત તો પછીની છે, પહેલાં તો એ પૂછે છે 4:0 માયા – સાપણને રોકવાની શું તમારી ઇચ્છા છે ખરી? પ્રબળ ઇચ્છા છે ખરી? તો પહેલાં ચિત્તને સ્થિર કરો.
જે મનુષ્યોને માયા-કપટ કરવાની કુટેવ પડી ગઈ હોય છે, તેઓ પ્રાયઃ મરતા સુધી, એ કુટેવ છોડી શકતા નથી. ‘હું માયા-કપટ કરું છું, એ ખોટું કરું છું.’ એવું પણ પ્રાયઃ એમને લાગતું નથી. માયા-કપટની જાળમાં કોઈ ફસાય છે, તો એ ખુશ થાય છે. આવા માણસને માયા છોડવાની ઇચ્છા જ થતી નથી. પછી એ ચિત્તને સ્થિર કરી, મંત્રજાપ, કેવી રીતે કરવાનો?
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે -
ताके निग्रह करनकुं, करो ज्युं चित्त विचार, समरो ऋजुता - जांगुली पाठसिद्ध निरधार ।
For Private And Personal Use Only
સરળતા-રૂપ જાંગુલી મંત્ર પાઠસિદ્ધ છે. એટલે કે એને સિદ્ધ કરવા માટે તપ કરવાની જરૂર નથી કે અમુક હજાર કે લાખ વાર જપ કરવાની જરૂ૨ નથી! તમે તમારા હૃદયને સરળ કરો, બસ, મંત્ર સિદ્ધ જશે!