________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
સામ્યશતક
चित्रमंभोजिनीकोमलं किल मार्दवम् । वज्रसारमहंकारपर्वतं सर्वतः स्यति ।।४२।।
: અર્થ : કમલપત્ર જેવી કોમળ મૃદુતા, વજ જેવા અભિમાનના પહાડને ચોતરફથી તોડી નાંખે છે, એ આશ્ચર્ય છે!
:વિવેચન : વજ જેવો કઠોર અભિમાનનો પહાડ, અને કમળપત્ર જેવી કોમળ મૃદુતા! છતાં મૃદુતા એ પહાડને તોડી-ફોડી શકે છે!
ગ્રંથકારને આ આશ્ચર્ય લાગે છે, કારણ કે એ સમયે વિજ્ઞાને અણુ-વિસ્ફોટ નહોતો કર્યો! એક નાનકડા અણુનો વિસ્ફોટ કેવો વિનાશ કરે છે – એ વાત આજના વિજ્ઞાનયુગમાં સર્વવિદિત છે.
મૃદુતા-કોમળતાનો અણુ-વિસ્ફોટ, અભિમાનના વિશાળ પહાડને તોડીફોડી શકે છે! અભિમાનનું નામનિશાન રહેવા દેતો નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે હૃદયમાં મૃદુતા રહે, કોમળતા રહે, એટલે અહંકાર-અભિમાન ન રહે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે :
मृदुता कोमल कमल थे, वज्रसार अहंकार,
छेदत है एक पलक में, अचरिज एह अपार । વાત એક છે : “મારે અહંકારનો – અભિમાનનો નાશ કરવો છે. હવે મારે અભિમાની નથી રહેવું. કોઈ પણ વાતનું અભિમાન, નથી રાખવું.” આવો નિર્ણય આત્મસાક્ષીએ કરવો જોઈએ. “અભિમાન કરીને મારે દુર્ગતિમાં નથી જવું.... ભવપરંપરા નથી વધારવી...” આવો દઢ સંકલ્પ કરવો જોઈએ.
આ સંકલ્પ હશે તો જ તમે મૃદુતા-કોમળતાને હૃદયમાં સાચવી રાખશો. તમે તમારા હૃદયને કઠોર નહીં બનવા દો, નિષ્ફર નહીં બનવા દો. ભૌતિક દૃષ્ટિએ ગમે તેટલું નુકસાન થાય, છતાં હૃદયની કોમળતા અખંડ રાખવાના.
For Private And Personal Use Only