________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
સામ્પશતક.
मृदुत्वभिदुरोद्योगादेनं मानमहीधरम् । भित्चा विधेहि हे स्वांत! प्रगुणं सुखवर्तिनीम् ।।४१ ।।
': અર્થ : હે હૃદય! એ માનરૂપ પર્વતને કોમળતારૂપ વજ વડે ભેદીને સુખનો માર્ગ સરળ કર.
:વિવેચન : હે આત્મનુ શું તારે સહજ-સ્વાભાવિક રીતે સુખના માર્ગે ચાલીને સુખ મેળવવું છે? તો તારે અભિમાનના પહાડને તોડવો પડશે.
અભિમાનના પહાડને તોડવા માટે “વજ જોઈએ. કોમળતાના વજથી માનના પહાડને તોડવો પડશે. કોમળતા કહો કે નમ્રતા કહો, એનાથી માનનો પહાડ તોડવાનો છે.
કોમળતા-નમ્રતા એ હૃદયનો ગુણ છે. માટે ગ્રંથકાર હૃદયને સંબોધીને કહે છે : “હે હૃદય, તારા કોમળતાના વજથી માનના પહાડને તોડ.”
આંતરસુખ, આંતરિક શાન્તિ મેળવવા માટેનો આ સરળ-સીધો માર્ગ ગ્રંથકાર બતાવે છે. બીજા બધા પ્રયત્નો છોડીને આ એક જ કામ કરવાનું કહે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે :
__ मानमहीधर छेद तूं, कर मृदुता-पवि धात,
ज्युं सुख मारग सरलता, होवे चित्त विख्यात । આંતરખોજ કરવાની જરૂર છે. જો ભીતરમાં સુખ નથી, શાન્તિ નથી, સમતા નથી કે સમાધિ નથી, તો એનું કારણ શોધી કાઢવું જોઈએ. એ કારણ હશે કોઈ ને કોઈ વાતનું અભિમાન. એ અભિમાન દૂર કરો એટલે સુખ-શાન્તિ તમને મળ્યાં સમજો.
ગ્રંથકારે આ એક વિશેષ વાત કરી છે. શાન્તિ-સમતામાં અને આંતર સુખમાં કોઈ અભિમાન બાધક છે! અનેક પ્રકારનાં અભિમાનો હૃદયમાં પડેલાં હોય છે. જુદા જુદા સમયે જુદાં જુદાં અભિમાન બાધક બનતાં હોય છે.
For Private And Personal Use Only