________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
સામ્પશતક
केषांचित्कल्पते मोहाद् व्यावभाषीकृते श्रुतम् । पयोऽपि खलु मंदानां सन्निपाताय जायते ।।२१।।
: અર્થ : કેટલાક વિદ્વાનોનું જ્ઞાન, મોહથી વાદ-વિવાદ માટે થાય છે. જેવી રીતે માંદા માણસોને આપેલું દૂધ પણ, સંનિપાત-રોગ ઉત્પન્ન કરે છે.
વિવેચન : करे मूढमति पुरुषकुं, श्रुत भी मद भय रोष, ज्यु रोगीके खीर घृत, सन्निपात का पोष।
- ૩૫. યશોવિજયની ઘી-દૂધનો આહાર મનુષ્યની તુષ્ટિ-પુષ્ટિ કરનાર હોય છે. પરંતુ જો એ આહાર બીમાર મનુષ્યને આપવામાં આવે તો એને સંનિપાત જેવો રોગ થઈ જાય છે. મનુષ્યની બીમારી વધી જાય છે.
એવી રીતે, શ્રુતજ્ઞાનથી, શાસ્ત્રજ્ઞાનર્થી મનુષ્યના મોહ, રાગ, દ્વેષ દૂર થતા હોય છે, આત્માનું કલ્યાણ થતું હોય છે, પરંતુ જો મનુષ્ય એ શાસ્ત્રજ્ઞાનનું અભિમાન કરે એ શાસ્ત્રજ્ઞાનથી બીજાઓને વાદવિવાદમાં હરાવવાનો પ્રયત્ન કરે.... તો એ શાસ્ત્રજ્ઞાન અને ભવસાગરમાં ડુબાડનારું બને છે.
શ્રુતજ્ઞાનથી તો અહંકાર અને તિરસ્કારનો નાશ કરવાનો છે. એ જ શ્રુતજ્ઞાનથી જો વિદ્વાનો અહંકારી બનીને, બીજાઓનો તિરસ્કાર કરે, બીજાઓ સાથે વિતંડાવાદ કરે, તો એ “સંનિપાત-રોગ' જ છે ને?
આમે ય અભિમાની-અહંકારી પુરુષને શ્રુતજ્ઞાન-શાસ્ત્રજ્ઞાન માટે અયોગ્યઅપાત્ર કહેવામાં આવ્યા છે. આવા પુરુષો શ્રુતજ્ઞાનની પરિણતિ પામી શકતા નથી. શ્રુતજ્ઞાનનો આંતરિક આનંદ અનુભવી શકતા નથી. એમનો આનંદ, એ જ્ઞાનથી વાદ-વિવાદ કરવામાં જ સમાયેલો હોય છે. આવા જ્ઞાની પુરુષો કરતાં અજ્ઞાની પુરુષો સારા હોય છે! કારણ કે તેઓ પોતાને અજ્ઞાની માને છે, તેથી અભિમાન નથી કરતા કે બીજાઓનો તિરસ્કાર નથી કરતાં. મૂઢમતિ લોકો, શાસ્ત્રજ્ઞાનથી સ્વ-પરનું હિત નથી કરતા, અહિત કરે છે.
For Private And Personal Use Only