________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્યશતક
૨૧
श्रुतस्य व्यपदेशेन विवर्तस्तमसामसौ । अंत: संतमसः स्फातिर्यस्मिन्नुदयमीयुषी ।।२०।।
: અર્થ : જે શ્રુતના અભિમાનથી અંદર અજ્ઞાનરૂપી અંધકારનો વિસ્તાર ઉદય પામે, તે શાસ્ત્ર નથી, પરંતુ શાસ્ત્રના બહાને અજ્ઞાનરૂપી અંધકારનું રૂપાંતર છે.
:વિવેચન : मोहतिमिर मनमें जगे, याके उदय अछेह, अंधकार परिणाम है, श्रुतके नामे तेह।
- उपा. यशोविजयजी પ્રકાશથી ઝળહળતા દીપક ઉપર કાળો કાગળ લપેટી દેવામાં આવે તો? દીપક પ્રકાશ આપે કે અંધકાર?
એવી રીતે, શ્રુતજ્ઞાન ઉપર અભિમાનનો કાળો કાગળ લપેટાઈ જાય એટલે શ્રુતજ્ઞાનથી અજ્ઞાનનો અંધકાર જ ફેલાય! ભીતરમાં મોહતિમિર જ પ્રસરે.
ગ્રંથકાર, શાસ્ત્રોના જ્ઞાન ઉપર અભિમાન કરવાની ના પાડે છે. તેઓ સાવધાન કરે છે : જો જો, જ્ઞાન પર અભિમાન ન કરતા, નહીંતર તમારું અંતઃકરણ મહાન્ધકારથી ભરાઈ જશે! જો અભિમાન નહીં કરો તો શ્રુતજ્ઞાન તમારા હૃદયને પ્રકાશથી ભરી દેશે.
અભિમાનથી આવરાયેલું શ્રુતજ્ઞાન, અજ્ઞાનના અંધકારરૂપ જ છે. એ જ્ઞાન, જ્ઞાનરૂપ નથી રહેતું, અજ્ઞાનમાં પરિણત થઈ જાય છે. હું વિદ્વાનું છું, હું જ શાસ્ત્રજ્ઞાની છું..... હું જ શાસ્ત્રાર્થ જાણું છું.... મારા જેવો બીજો કોઈ શાસ્ત્રજ્ઞ નથી....... આ છે અભિમાનનો કાળો કાગળ! આ છે શ્રુતમદ; જ્ઞાનનું અભિમાન.
જેમ જેમ શાસ્ત્રજ્ઞાન વધે, તેમ તેમ જ્ઞાની પુરુષ વિનમ્ર બને. વિનમ્રતાના કાચમાંથી ચળાઈને આવતો શાસ્ત્રજ્ઞાનનો પ્રકાશ, મોહાંધકારનો નાશ કરે છે. આત્મજ્ઞાનની કેડી બતાવે છે. પરમાનંદ પામવાનો પંથ બતાવે છે.
For Private And Personal Use Only