________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવ્યશતકે
ममत्वपंकं निःशंकं परिमाष्टुं समंततः । वैराग्यवारिलहरी परिरंभपरो भव ।।२२।।
: અર્થ : મમતાના કાદવને ચારેબાજુથી નિઃશંકપણે ઘોઈ નાંખવા વેરાગ્ય જલનો સંપર્ક કરવા તત્પર થાઓ.
:વિવેચન :
टाले दाह तृषा हरे, गाले ममतापंक, लहरी भाव वैराग्य की, ताकुं भजो निःशंक ।
- ઉપા. યશોવિજયજી. મનમાં કોઈ પણ જાતની શંકા રાખ્યા વિના, મમત્વના કાદવને ધોઈ નાંખો... જરાય મમત્વને ન રહેવા દો..., ચારેબાજુથી ધોઈ નાંખો... કારણ કે સર્વે દુખોનું મૂળ કારણ આ મમત્વ જ છે.
મમત્વનો કાદવ જે તે પાણીથી નહીં ધોવાય. એના માટે વૈરાગ્યનું પાણી જોઈએ. વૈરાગ્યના પાણીથી મમત્વના કાદવને ધોતા જ રહી! જેમ હાથ-પગ કાદવથી ખરડાય કે તરત જ તમે પાણીથી ધોઈ નાંખો છો ને! તેવી રીતે જ્યાં અને જ્યારે મમત્વ થઈ જાય, તરત જ વૈરાગ્યના ચિંતનથી એ મમત્વને ધોઈ નાંખો.
કોઈ વસ્તુ પર મમત્વ થઈ જાય, કોઈ વ્યક્તિ ઉપર મમત્વ થઈ જાય....
આ સારું છે, આ મારું છે, આ મને ગમે છે, આ મને પ્રિય છે, આ મને ઈષ્ટ છે....' તરત જ અનિત્ય ભાવનાનું કે એકત્વ ભાવનાનું, અથવા અન્યત્વ કે સંસાર ભાવનાનું ચિંતન કરો! અશુચિ ભાવનાનું કે અશરણ ભાવનાનું ચિંતન કરો! મમત્વનો કાદવ ધોવાઈ જશે... હૃદય સ્વચ્છ બની જશે.
આ ભાવનાઓનું ચિંતન એ જ વૈરાગ્યનું ચિંતન છે. આ ચિંતન મમત્વના કાદવને તો ધોઈ જ નાંખે છે, સાથે સાથે અહંકારના દાક્તરને શાંત કરે છે અને તૃષ્ણાની તૃપાને હરી લે છે! સદૈવ વૈરાગ્ય-જલના કુંભ તમારી પાસે જ રાખો.
For Private And Personal Use Only