________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
સાગ્યશતક
विरागो विषयेष्वेषु परशुर्भवकानने। समूलकाषं कषित ममता-वल्लिरुल्बण: ।।१७।।
: અર્થ : વિષયો પ્રત્યે પ્રગટેલો વેરાગ્ય, સંસારવનમાં કુહાડા સમાન છે. વૈરાગ્યનો કુહાડો મમતાની વેલને મૂળમાંથી ઉખેડી નાખે છે.
:વિવેચન : परिणति विषय-विरागता भवतरुमूलकुठार, ता आगे क्युं करी रहे, ममता-वेलि प्रचार.
- उपा. यशोविजयजी ‘વિષય-વૈરાગ્ય ' કુહાડો છે. એ કુહાડાથી મમતાની વેલને મૂળમાંથી ઉચ્છેદી નાંખો,
ભવ-વનમાં ઠેર-ઠેર મમતાની વેલો ઊગી નીકળે છે. એ મમતાનું ઝેર ફેલાય, એ પૂર્વે એ વેલનો વિચ્છેદ કરી દો.
જેવી રીતે કઠિયારો પોતાના ખભે કુહાડો રાખીને ફરતો હોય છે. જંગલમાં, તેવી રીતે યોગી પણ ભવના જંગલમાં પોતાના ખભે વિષયવૈરાગ્યનો કુહાડો રાખીને ફરે. જ્યાં મમતાની વેલ દેખાય, મૂળમાંથી એનો વિચ્છેદ કરી નાંખે.
એ વિષય-વૈરાગ્ય “પરિણતિ' રૂપ જોઈએ. પરિણતિ-વૈરાગ્ય એટલે તીણ-ધારદાર કુહાડો! આ કુહાડો બુઠ્ઠો ન થાય. એ કુહાડાનો ધા નકામો ન જાય.
પરિણત વૈરાગ્ય એટલે જ્ઞાનમૂલક વૈરાગ્ય, જ્ઞાનજન્ય વિરક્તિ. રામચન્દ્રજી જ્યારે રામચન્દ્રમુનીશ્વર બન્યા, જે ગલમાં પાષાણશિલા પર ધ્યાનસ્થ બન્યા. સીતેન્દ્ર (સીતાનો જીવો એમને વિચલિત કરવા આવ્યા. અપ્સરાઓનાં ગીતનૃત્ય થવા લાગ્યાં... ચારે બાજુ વસંતઋતુની બહાર ફેલાઈ ગઈ.... પરંતુ મહામુનિ રામચન્દ્રજીના હૃદયમાં વૈરાગ્યની પરિણતિ હતી. મમત્વ સો ગજ દૂર રહ્યું! તેઓ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશી ગયા. સમતાભાવમાં સ્થિર થઈ ઘાતી કર્મોને હણી નાંખ્યાં. સર્વજ્ઞ-વીતરાગ બની ગયા.
For Private And Personal Use Only