________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬
www.kobatirth.org
पर्यवस्यति सर्वस्य तारतम्यमहो क्वचित् । निर्ममत्वमतः साधु कैवल्योपरि निष्ठितम् ।।१५ । ।
ઃઅઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:વિવેચનઃ
અહો! સર્વે પદાર્થોની તરતમતા (ઓછાવત્તાપણું) કોઈ ઠેકાણે પર્યવસાન પામે છે. (અર્થાત્ સમાપ્ત થાય છે.) પણ એ બધામાં શ્રેષ્ઠ એવું નિર્મમત્વ તો કેવળજ્ઞાનમાં જ પર્યવસાન પામે છે.
સામ્યશતક
૦ મનુષ્યનાં સુખની સીમા હોય છે.
૦ દેવોનાં સુખની પણ સીમા હોય છે.
૦ સુખની જેમ દુઃખોની પણ સીમા હોય છે.
૦ પશુઓનાં દુઃખોની સીમા હોય છે.
૦ નારકી જીવોનાં દુઃખોની સીમા હોય છે....
પરંતુ નિર્મમત્વનું સુખ નિઃસીમ હોય છે! નિર્મમત્વનું સુખ વિલીન થાય છે કેવળજ્ઞાનમાં, વીતરાગતામાં.... અને અંતે મુક્તિમાં. અર્થાત્ નિર્મમત્વ જીવાત્માને પરમસુખ તરફ લઈ જાય છે. નિર્મમત્વની ગંગા, અનંત સુખના સાગરમાં જઈને મળે છે.
નિર્મમત્વના સુખ સિવાયનાં બધાં જ સુખના રેલા સહરાના રણ જેવા સંસારમાં વિલીન થઈ જાય છે. મમત્વજન્ય સુખો ક્ષણિક હોય છે, અલ્પકાલીન હોય છે.... વાસ્તવમાં તો એ સુખ હોતાં જ નથી, સુખાભાસ હોય છે.
મમત્વજન્ય સુખાભાસોમાં મૂઢ બનેલા જીવો, નિર્મમત્વના સુખની કલ્પના પણ કરી શકતા નથી. તેમને આશ્ચર્ય થાય છે : ‘નિર્મમત્વમાં શું સુખ હોય? નિર્મમત્વમાં સુખ હોઈ જ શકે નહીં!' આવા જીવો જન્મથી માંડીને મૃત્યુ સુધી ભિન્ન-ભિન્ન મમત્વ કરતા રહે છે.... સુખાભાસોમાં અટવાયા કરે છે અને દુઃખ, અશાન્તિ, ક્લેશ તથા સંતાપની આગમાં બળ્યા કરે છે.
For Private And Personal Use Only
મમતાનો ત્યાગ કરીને આંતરસુખનો એકાદવાર અનુભવ કરી જુઓ! એના જેવું સુખ તમે ક્યાંય કે ક્યારેય અનુભવ્યું નહીં હોય!