________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાભ્યશતક
भुव्यभिष्वंग एवायं तृष्णाज्वरभरावहः । निर्ममत्वौषधं तत्र विनियुंजीत योगवित् ।।१४ ।।
: અર્થ : આ જગતમાં અતિ આસક્તિ, તે જ તૃષ્ણારૂપ જ્વરનો મોટો ભાર છે. તે વરને દૂર કરવા યોગીએ નિર્મમત્વરૂપ પધનો ઉપયોગ કરવો જોઈએ.
: વિવેચનઃ અતિ આસક્તિ એ જ તૃષ્ણા છે. તૃષ્ણા જ્વર છે, તાવ છે.
તીવ્ર જ્વરથી વ્યથિત મનુષ્યનું શરીર ભારેભારે લાગે છે, માથું પણ ભારે લાગે છે, દુઃખે છે.
તૃષ્ણા, વિષયતૃષ્ણા.. ભોગતૃષ્ણાથી જીવાત્મા તપી જાય છે, ભારેખમ બની જાય છે. વિષયતૃષ્ણાનો તીવ્ર તપારો જીવને હેરાન-પરેશાન કરી મૂકે છે. તેમાંય જ્યારે અનેક વિષયોની, અનેક પદાર્થોની તૃષ્ણા જાગે છે.. ત્યારે તો જીવની આંતર-બાહ્ય સ્થિતિ ગંભીર બની જતી હોય છે.
શરીર-શાતાની તૃષ્ણા, પ્રિય ભોજનની તૃષ્ણા, પ્રિય શબ્દની તૃષ્ણા, પ્રિય સ્પર્શની તૃષ્ણા, યશકીર્તિની તૃષ્ણા, માન-સન્માનની તૃષ્ણા, ધન-સંપત્તિની તૃષ્ણા, પુત્ર-શિષ્યાદિની તૃષ્ણા.... આવી બધી તૃષ્ણાઓ ૧૦૫ ડિગ્રીના જવર હોય છે... જીવો તરફડતા હોય છે.
જીવોનો આ દુઃખપૂર્ણ તરફડાટ જોઈને જ્ઞાની પુરુષ, એ જવરને દૂર કરવાનું અમોઘ ઔષધ બતાવે છે ઃ નિર્મમત્વ!
તૃપાનો તાવ ઉતારવા માટે નિર્મમત્વનું ઔષધ લેવું પડે. આ જેવું તેવું ઔષધ નથી, અમોઘ ઔષધ છે અને આ જ એક-અદ્વિતીય ઔષધ છે. તૃષ્ણાના તાવને ઉતારવા માટે બીજું કોઈ ઔષધ નથી. જો તમે તૃષ્ણાના જવરથી પીડાઓ છો તો તમે જરાય વિલંબ કર્યા વિના નિર્મમત્વનું
પધ લઈ લો. એનું નિત્ય સેવન કરો. તમે જ્વરમુક્ત બનશો, નીરોગી બનશો.
For Private And Personal Use Only