________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
સામ્યશતક ममत्ववासना नित्यसुखनिर्वासनानकः । निर्ममत्वं तु कैवल्य-दर्शनप्रतिभूः परम् ।।१३।।
:અર્થ : મમતાની વાસના શાશ્વત સુખને વિદાય કરવામાં પટરૂપ છે, અને નિર્મમતા કેવલ્ય - દર્શન કરાવવામાં ઉત્કૃષ્ટ સાક્ષીરૂપ છે.
વિવેચનઃ મમતાનો ઘંટ વાગ્યો એટલે આંતરસુખ ભાગ્યું સમજો! નિર્મમતા આવી એટલે નિશ્ચિતપણે માનો કે કેવલ્ય હાથવેંતમાં છે! નિર્મમ આત્માની મુક્તિ થતાં વાર નથી લાગતી.
મમતાની સાથે રાગ-દ્વેષ જોડાયેલા જ હોય છે. રાગ-દ્વેષ હોય ત્યાં આંતરિકમાનસિક સુખ ન રહી શકે. રાગ-દ્વેષી જીવાત્મા હંમેશાં આંતર દ્વન્દ્રોમાં ફસાયેલો રહે છે.... આનંદ અને ઉદ્વેગ, હર્ષ અને શોક, હાસ્ય અને વિલાપ.... રતિ અને અરતિ.... આવાં અનેક ધંધો એના ચિત્તમાં ઊછળ્યા કરતાં હોય છે. આવા ચિત્તમાં શાન્તિ, સમતા કે પ્રસન્નતા કેવી રીતે રહી શકે?
મમત્વની ઉપસ્થિતિમાં જો સમત્વનું સુખ નથી રહી શકતું, તો પછી નિત્ય સુખની, શાશ્વત્ સુખની તો વાત જ ક્યાં કરવાની? માટે નિર્મમ બનવાનો ઉપદેશ આપવામાં આવે છે.
ન ' મારું કાંઈ નથી. આ દુનિયામાં કોઈ મારું નથી, કાંઈ જ મારું નથી.' આ સત્ય આત્મસાત્ કરવાનું છે.
૦ સ્વજનો મારા નથી. ૦ પરિજનો મારા નથી. 0 વૈભવ, સંપત્તિ.... ધન મારું નથી. 0 આ શરીર પણ મારું નથી. જડ-ચેતન પદાર્થો પર મારેલી મારાપણાની છાપ ભૂંસી નાંખવાની છે. જ્યારે મમત્વની છાપ સંપૂર્ણ રીતે ભૂંસાઈ જશે ત્યારે કેવળજ્ઞાન દૂર નહીં હોય, મુક્તિ દૂર નહીં હોય.
For Private And Personal Use Only