________________
Shri Mahavir Jain Aradhana Kendra
સભ્યશતક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
येऽनिशं समतामुद्रां विषयेषु नियुञ्जते ।
करणैश्वर्यधुर्यास्ते योगीनो हि नियोगिनः । १२ ।।
: અર્થઃ
જે યોગીપુરુષો વિષયો (ઇન્દ્રિયોના)માં સદૈવ સમતાની મુદ્રા યોજે છે, તે યોગી પુરુષો, ઇન્દ્રિયોના નિયામકપણાને વહન કરનારા સાચા સત્તાધીશ અધિકારી છે. : વિવેચન :
જેમ એક દેશના ઐશ્વર્યના, સમૃદ્ધિના પૂર્ણ નિયામક બનવા માટે સત્તાધીશ પોતાની મુદ્રા (મહોરછાપ) સ્થાપિત કરે છે, અને દેશ ઉપર પોતાની સત્તા ચલાવે છે, તેવી રીતે યોગી ઇન્દ્રિયો ઉપર પોતાની સત્તા સ્થાપિત કરવા, ઇન્દ્રિયોના નિયામક બનવા, તે વિષયો ૫૨ સમતાની મુદ્રા સ્થાપિત કરે છે!
‘વિષય’ શબ્દના બે અર્થ ગ્રંથકારે કર્યા છે. એક દેશ, અને બીજો ઇન્દ્રિયોનો વિષય.
કહેવાનું તાત્પર્ય આ છે : અત્યાર સુધી ઇન્દ્રિયો આત્મા પર રાજ કરતી હતી, હવે આત્માએ ઇન્દ્રિયો પર રાજ કરવાનું છે. ઇન્દ્રિયો પર અધિકાર સ્થાપિત કરવાનો છે. તે માટે તેણે એક કામ ક૨વાનું છે. વિષયોમાં સમત્વ ધારણ કરવાનું છે!
- પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઇષ્ટાનિષ્ટની ભ્રાન્તિનો નાશ થાય એટલે અપ્રતિહત સમતાની અનુભૂતિ થાય.
દરેક જીવ શુદ્ધાત્મસ્વરૂપે દેખાવા લાગે, દૈવિધ્યની કલ્પના ઉ૫૨મે ત્યારે અબાધિત સમતાની પ્રાપ્તિ થાય.
For Private And Personal Use Only
- ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય આ છે : વિષયોમાં રાગ-દ્વેષ ન કરો, સમત્વ ધારણ કરો.
ભોગી જીવો પર ઇન્દ્રિયોની સત્તા ચાલતી હોય છે,
યોગી જીવો ઇન્દ્રિયો પર પોતાની સત્તા ચલાવતા હોય છે!
‘આ યોગીપુરુષો ઇન્દ્રિયોના વિજેતા છે,' આ વાત, વિષયો પર લાગેલી સમત્વની મુદ્રા (મોરછાપ) થી ઉદ્ઘોષિત થાય છે.