________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવ્યશતક
विहाय विषयग्राममात्माराममना भवन् । निर्ममत्वसुखास्वादान्मोदते योगिपुंगवः ।।११।।
: અર્થ : વિષયોના સમૂહનો ત્યાગ કરી, પોતાના આત્મામાં મનને રમાડતો ઉત્તમ યોગી, નિર્મમત્વના સુખનો સ્વાદ લઈ આનંદ પામે છે.
વિવેચન : ભોગી મમત્વમાં સુખાસ્વાદ કરે છે, યોગી નિર્મમત્વના સુખનો આસ્વાદ કરે છે!
મમત્વનો સુખાસ્વાદ ક્ષણિક આનંદ આપે છે. નિર્મમત્વનો સુખાસ્વાદ પરમાનંદ પ્રદાન કરે છે.... એ આનંદનો અંત જ નથી આવતો!
પાંચ ઇન્દ્રિયોના બધા જ વિષયોનો ત્યાગ કરવાનું કહે છે. એકાદ ઇન્દ્રિયના એકાદ વિષય પર પણ જો મમત્વ રહે તો આત્મામાં મન રમતું થતું નથી.... વારંવાર એ વિષયમાં ચાલ્યું જાય છે. એકાદ પણ વિષય પ્રત્યે મમત્વ ન રહેવું જોઈએ.
એક પણ શબ્દ નહીં, એક પણ રૂપ નહીં, એક પણ ગંધ નહીં, એકાદ પણ રસ નહીં... ને એકાદ પણ સ્પર્શ નહીં એકેય પર મમત્વ નથી રાખવાનું, આસક્તિ નથી રાખવાની. વિષયો માટે મન મરી જવું જોઈએ!
આત્મામાં, આત્માના અનંત ગુણોમાં મનને રમતું રાખવાનું છે. એ આત્મરમણતામાંથી સુખાનુભૂતિ પ્રગટે છે.... પરમાનંદની ધારા વહેવા માંડે છે! આ સ્થિતિ ઉત્તમ યોગીપુરુષની હોય છે. “મમતા' અને “નિર્મમતા' માટે ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે :
મમતા થિર સુખ શાકિની, નિર્મમતા સુખમૂલ,
મમતા શિવ-પ્રતિકૂલ હૈ, નિર્મમતા અનુકૂળ. મમતા ડાકણ છે! સ્થિર સુખને ગ્રસી લે છે. જ્યારે નિર્મમતા તો પરમ સુખનું મૂળ છે. મમતા મોક્ષપ્રાપ્તિમાં પ્રતિકૂળ છે, નિર્મમતા અનુકૂળ હોય છે.' માટે, મમત્વનો સર્વથા ત્યાગ કરવાનો છે.
For Private And Personal Use Only