________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્યશતક
तस्यानघमहो बीजं निर्ममत्वं स्मरन्ति यत्। तद्योगी विदधीताशु तत्रादरपरं मनः ।।१०।।
: અર્થ : ખરેખર, તે ઉદાસીનતાનું પવિત્ર બીજ નિર્મમતા છે. માટે યોગીએ અવિલંબ તે નિર્મમત્વ ઉપર મનને આદરવાળું કરવું જોઈએ.
: વિવેચન : શું તમારે સહજભાવમાં લીનતા પ્રાપ્ત કરવી છે? તો તમે ઉદાસીનતા આત્મસાત્ કરો. શું તમારે ઉદાસીનતા આત્મસાત્ કરવી છે? તો તમે રાગ-દ્વેષનો નાશ કરો. શું તમારે રાગ-દ્વેષનો નાશ કરવો છે? તો મમત્વનો ત્યાગ કરો, નિર્મમ બનો!
આ રીતે નિર્મમતા, ઉદાસીનતાનું નિષ્પાપ બીજ છે. તમે આ બીજભૂત નિર્મમતાને વહાલી કરો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે :
તાકો કારણ અમમતા તામેં મન વિશ્રામ.
કરે સાધુ આનંદઘન, હોવત આતમરામ. અત્યાર સુધી મન મમતામાં વિશ્રામ કરતું હતું, હવે નિર્મમતામાં મન વિશ્રામ કરે.... રમણતા કરે. તો ઉદાસીનતાનો આત્માની ક્ષિતિજે ઉદય થાય,
મમત્વ દૂર થાય, આસક્તિનાં બંધન તૂટે... તો આત્મા “આતમરામ' બને! આત્મામાં આરામ કરનારો બને... તો જ આત્માનો આનંદ અનુભવનારો બને.
મનને અનાસક્તિ ગમી જવી જોઈએ. આસક્તિ-વિષયાસક્તિ પ્રત્યે તીવ્ર અણગમો જાગી જવો જોઈએ. અનાસક્તિનો પ્રેમ તમને વિરાગી બનાવશે, તમને ઉદાસીન બનાવશે અને તમે સહજભાવમાં લીન બની શકશો.
For Private And Personal Use Only