________________
Shri Mahavir Jain Aradhana Kendra
સામ્યશતક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अष्टांगस्यापि योगस्य रहस्यमिदमुच्यते ।
यद् विषयासंगत्यागान्माध्यस्थ्य- सेवनम् ।।८।।
:અર્થ:
વિષયોની આસક્તિનો ત્યાગ કરી, માધ્યસ્થ્યભાવ (સમતા)ને સેવવો, એ અષ્ટાંગ યોગનું રહસ્ય કહેવાય છે.
૯
વિવેચન :
યોગની પરિભાષા આ રીતે કરવામાં આવી છે -
क्लिष्टचित्तवृत्तिनिरोधो योगः ।
ચિત્તની ક્લિષ્ટ-અશુભ વૃત્તિઓનો નિરોધ, તે યોગ છે. જ્યાં સુધી ઇન્દ્રિયોના વિષયોની આસક્તિનો ત્યાગ ન થાય ત્યાં સુધી ચિત્તની અશુભ વૃત્તિઓનો નિરોધ ન થઈ શકે અને ચિત્તવૃત્તિઓનો નિરોધ ન થાય ત્યાં સુધી માધ્યસ્થ્યભાવ, સમતાભાવ ન આવી શકે.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિઆ અષ્ટાંગ યોગ છે. આ અષ્ટાંગ યોગની સાધનાનું તાત્પર્ય છે સામ્યભાવની પ્રાપ્તિ, માધ્યસ્થ્ય ભાવની પ્રાપ્તિ!ન પ્રિય વિષયોમાં રાગ, ન અપ્રિય વિષયોમાં દે!
વિષયોમાં પ્રિયાપ્રિયત્વની કલ્પના જ નથી કરવાની, ‘આ પ્રિય, આ અપ્રિય, આ ઇષ્ટ, આ અનિષ્ટ ...’ આવા વિકલ્પોથી મનને મુક્ત કરવાનું છે. આવા વિકલ્પોથી મન મુક્ત બન્યું, કે માધ્યસ્થ્યભાવ આવ્યો સમજવો! અને માધ્યસ્થ્ય ભાવ આવ્યો એટલે અષ્ટાંગ યોગ સિદ્ધ થયો સમજવો!
વિષયોની આસક્તિથી મુક્ત થવા, ઉપાધ્યાયશ્રી યશોવિજયજી એક શ્રેષ્ઠ ઉપાય બતાવે છે - ‘જ્ઞાન-ધ્યાન રંગ રોલ!' તમે આત્મ-જ્ઞાનમાં, આત્મધ્યાનમાં રમતા રહો.... બસ, વિષયોમાં મન જશે જ નહીં. જ્ઞાન-ધ્યાનનો રંગ લાગી જવો જોઈએ.
અષ્ટાંગ યોગની સાધનાનું ફળ માધ્યસ્થ્યભાવ છે.
એ માધ્યસ્થ્યભાવ (સમત્વ) વિષયાસક્તિના ત્યાગથી આવે. વિષયાસક્તિનો ત્યાગ, જ્ઞાન-ધ્યાનની રમણતાથી થાય.
For Private And Personal Use Only