________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગશતક
नित्यानन्द-सुधारश्मेरमनस्ककलामला। अमृतं स्यादिमं बीजमनपाया जयत्यसौ ।।६।।
: અર્થ : નિત્ય આનંદસ્વરૂપ ચંદ્રની અમનસ્કતારૂપ નિર્મળ કળા, અમૃત (મોક્ષ) નું મૂળ બીજ છે એવી એ શાશ્વત્ કળા જય પામે છે.
: વિવેચનઃ જેમ ચંદ્રની કળા અમૃતનું બીજ કહેવાય છે, તેમ નિત્યાનંદની નિર્મળ કળા મોક્ષનું બીજ છે!
નિત્યાનંદની નિર્મળ કળા છે અમનસ્કતા! આ અમનસ્કતા એટલે ઉન્મનીભાવ. એવી અમનસ્કતા પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ અનાસક્ત બનવું જોઈએ. તમામ પ્રકારની આસક્તિઓમાંથી મન મુક્ત થઈ જાય, પછી જ અમનસ્ક ભાવ પ્રગટે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી તો કહે છે :
ચિદાનંદ-વિધુકી કલા અમૃતબીજ અનપાય,
જાને કેવળ અનુભવી, કિનહિ કહી ન જાય. નિત્યાનંદ એટલે ચિદાનંદ! ચિદાનંદની કલા (અમનસ્કતા) અમૃત-બીજ છે. એને માત્ર અનુભવી જ જાણી શકે છે, એને વાણીમાં - વચનમાં બાંધી ન શકાય! ઉન્મનીભાવ' વચનનો વિષય નથી, અનુભવનો વિષય છે. આ નિત્યાનંદને, આ ચિદાનંદ’ને ‘યોગસાર ગ્રંથમાં “સહજાનંદ કહેલો છે.
सहजानन्दता सेयं सैवात्मारामता मता। उन्मनीकरणं तद् यद् मुनेः शमरसे लयः।।
મુનિનો સમભાવરૂપી રસમાં જે લય થાય તે જ સહજાનંદતા છે, તે જ આત્મારામતા છે અને તે જ ઉન્મનીભાવ (મનનો નાશ-ઉદાસીનતા) છે.
ગ્રંથકાર મહર્ષિ નિત્યાનંદની આવી શાશ્વત્ કળાની જય બોલાવે છે! એમની સાથે આપણે પણ એ શાશ્વત્ કળાની જય બોલીએ!
For Private And Personal Use Only