________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભ્યશતકે
आस्तामयं लयः श्रेयान् कलासु सकलास्वपि । निष्कले किल योगेऽपि स एव ब्रह्मसंविदे ।।५।।
અર્થ : સર્વ કળાઓમાં શ્રેષ્ઠ લય છે, એ વાતને છોડો, પરંતુ સંપૂર્ણ (નિષ્કલ) યોગમાં પણ એ જ લય, બ્રહ્મજ્ઞાન માટે બને છે.
વિવેચનઃ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી “સમતાશતક'માં આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરે છે :
સકલ કલામાં સાર લય, રહો દૂર સ્થિતિ એહ,
સકલ યોગમાં ભી સકલ, લય કે બ્રહ્મ વિદેહ. આત્મજ્ઞાન મેળવવાની બધી જ કળાઓમાં શ્રેષ્ઠ કળા આ લય છે!” આ વાતને હાલ એક બાજુ રાખીએ, તો પણ, જો આ લય, મન-વચન-કાયાના યોગોમાં આવી જાય તો પણ બ્રહ્મજ્ઞાન પ્રગટી શકે છે.
મન-વચન-કાયાના યોગોમાં સ્થિરતાને ગ્રંથકાર લય કહે છે. આવો લય, આવી તલ્લીનતા આવી જાય તો પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે,
साम्यं मानसभावेषु साम्यं वचनवीचिषु । साम्यं कायिकचेष्टासु साम्यं सर्वत्र सर्वदा ।।
स्वपता जाग्रता रात्रौ दिवा चाखिलकर्मसु । कायेन मनसा वाचा साम्यं सेव्यं सुयोगिना ।।
(યોગાસરે - ૧૦૦/૧૦૧) ઉત્તમ યોગીએ મનના વિચારોમાં, વચનના તરંગોમાં, કાયાની ચેષ્ટાઓમાં, દરેક સ્થળે અને દરેક ક્ષણે, સૂતાં ને જાગતાં, રાત્રે કે દિવસે, બધાં જ કાર્યોમાં મન-વચન-કાયાથી સામ્ય સેવવું જોઈએ અર્થાત્ સમભાવ રાખવો જોઈએ.
આવો સમભાવ એ પણ “લય' છે! આ લય યોગીને આત્મજ્ઞાની બનાવે છે! માટે સમભાવ રાખવા, સતત જાગ્રત રહેવાનું છે.
For Private And Personal Use Only