________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગે છે. એકેય પરિષદ્ધ આનંદથી સહવા તૈયાર નથી.... પછી મનની મંદીનો ડિપ્રેશનનો શિકાર બને જ ને!
છતાં તમને હું કહું છું કે કશી દવા લીધા વિના, મનની આ મંદી દૂર કરી શકાય છે. ડિપ્રેશનની તીવ્ર લાગણી કોઈને કોઈવાર-ઘણીવાર તો વર્ષો સુધી અનુભવી હોય તેવી વ્યક્તિઓનાં મોટાં નામ જોઈએ તો તેમાં મહાન વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યૂટન, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, સર વિન્સ્ટન ચર્ચિલ, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન જેવાં અનેકોનો સમાવેશ થાય છે. ચર્ચિલે તો પોતાના ‘ડિપ્રેશન'ને જીવતું નામ આપ્યું હતું ‘Black Dog.' ચર્ચિલને જ્યારે ડિપ્રેશનનો હુમલો આવતો ત્યારે તે કહેતા - બ્લેક ડોગ મારી પાછળ પડ્યો છે! આ ડિપ્રેશનનો કાળો કૂતરો કોઈને કરડી ગયાનો અનુભવ થાય છે, તો કોઈને એની ભસાભસથી બહુ ડર લાગે છે!
ઘણાં બધાં લોકોએ ડિપ્રેશનના આ કાળા કૂતરાથી ડર્યા વિના, મક્કમપણે તેનો સામનો કર્યો છે. આ સામનો જુદીજુદી વ્યક્તિઓએ જુદીજુદી રીતે કર્યો છે. એ બધી રીતો તમને પછી બતાવું છું. આજે મારે તમને પહેલી અને અતિ અસરકારક રીત બતાવવી છે અને એ રીત છે વાંચનની, અધ્યયનની, મનનની. તમે નીચેના ગ્રંથોનું અધ્યયન-મનન કરો :
૪. સામ્યશતક
૧. જ્ઞાનસાર, ૨. યોગસાર
૫. વૈરાગ્યશતક
૩. અધ્યાત્મસાર
૬. ધ્યાનશતક
મુનિરાજ, તમે સંસ્કૃત-પ્રાકૃત ભાષાને જાણો છો. આ ગ્રંથોના અર્થ તમે જાણી શકો છો. તમે અવશ્ય આ ગ્રંથોનો સ્વાધ્યાય કરજો. આની સાથે સાથે થોડાં પ્રાચીન ગુજરાતી ભાષામાં રચાયેલાં કેટલાંક ગ્રંથોના નામ સૂચવું છું -
૧, સમાધિશતક
૨. સમતાશતક
૩. પુદ્ગલ ગીતા
આ રચનાઓને કંઠસ્થ કરી, તેનો સ્વાધ્યાય કરતા રહો. આ રચનાઓ ‘આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ’ નામના પુસ્તકમાંથી મળશે. (પ્રકાશક: શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા) અમે પણ આ છ રચનાઓને નાની પોકેટ સાઈઝમાં છપાવીને પ્રકાશિત કરવા ઇચ્છિએ છીએ. સાધુ-સાધ્વી-સંઘમાં આ
૪. ક્ષમા ત્રિશી
૫, પરમાત્મ ઇત્રિશી ૬. યતિધર્મ બત્રિી
For Private And Personal Use Only