________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોટા ભાગે તો મારી એવી ધારણા હતી કે “ડિપ્રેશનનો આ રોગ ગૃહસ્થોને થાય છે. પરંતુ તમારા પત્રથી મારી ઝાંખી ઝાંખી ધારણા નિશ્ચિત બની કે સાધકોને - સાધુઓને (સાધ્વીઓને પણ) પણ ડિપ્રેશન – મનની મંદી આવે છે. તમે તો પ્રૌઢ સાધુ છો, (લગભગ ૫૦ વર્ષ) યુવાન સાધુઓને પણ “ડિપ્રેશન' આવે છે.... આનાં કારણો મેં હમણાં જ લખ્યા :
૧. એક જ ઘરેડની આ જિંદગી, ૨. કાંઈ ગમતું નથી, ઉત્સાહ નથી, ઉમંગ નથી. ૩. ક્યાંય સારું લાગતું નથી. ૪. ખોટાં-ખોટાં વિચારો. ૫. શૂન્યમનસ્કતા, અન્યમનસ્કતા. ૩. જીવનની નિષ્ફળતાની લાગણીનો ડંખ. ૭. કંટાળે.. કંટાળો... કંટાળો.. બરાબરને?
મુનિરાજ! સહુથી મોટું અને મહત્ત્વનું કારણ બતાવું? જે સાધુ વૈરાગ્યમાર્ગ પર વિજય નથી મેળવતો, વૈરાગ્યને દૃઢ-પરિપક્વ નથી કરતો, તેને મનની મંદી સતત સતાવતી રહે છે! પ્રશમરતિમાં ભગવાન ઉમાસ્વાતીએ કહ્યું છે :
तत्प्राप्य विरतिरत्नं विरागमार्गविजयो दुरधिगम्यः ।
इन्द्रिय-कषाय-गौरव-परिषह-सपत्नविधुरेण।। સાધુ બની ગયા પછી પણ વૈરાગ્યની જ્યોત જવલંત રાખવી, ઘણી મુશ્કેલ હોય છે. તેનાં કારણો તેમણે આપ્યાં છે :
૧. ઈન્દ્રિયોની ચંચળતા, ૨. કષાયોની પ્રબળતા, ૩. ગારવો (રસ - ઋદ્ધિ - શાતા) ની પ્રચુરતા, ૪. પરિષહો સહવાની કાયરતા.
આ ચારેય નબળાઈઓ છે ને આજના સાધુમાં? તમારે કબૂલ કરવું પડશે. આજે સાધુ આ નબળાઈઓને સ્વીકારીને જીવી રહ્યો છે! એ ઈન્દ્રિયોને પરવશ છે. એ કષાયોને આધીન છે. એ ગારવોને ઈચ્છે છે અને પરિષહો સહવાથી દૂર
For Private And Personal Use Only