________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
‘ખરેખર ઋષિકુમાર, આ ભૂમિપ્રદેશ. આ આશ્રમની ધરતી મને ખૂબ ગમે છે. હું પૂર્વે પણ આ આશ્રમમાં આવેલો છું. કેટલોક સમય અહીં રહેલો છું...”
જ્યારે રાજર્ષિ જીવંત હતા, ત્યારે આવ્યા હશો?’ હા, રાજર્ષિના અગ્નિપ્રવેશનો હું સાક્ષી છું.' “એમ? તો એમની પુત્રી...'
હા, એમની પુત્રી ઋષિદત્તાની સાથે મેં જ અહીં પાણિગ્રહણ કરેલું અને એને રથમર્દન નગરે લઈ ગયેલો.” “અત્યારે તમારી સાથે પત્ની નથી, કેમ?”
ઋષિકુમારના આ પ્રશ્ન મને હચમચાવી નાંખ્યો. હૈયે થડકાર થયો અને આંખો ભીની ભીની થઈ ગઈ. હું ઋષિકુમારને શો જવાબ આપું? “ના, તે મારી સાથે નથી.” મારો સ્વર પણ ભીનો થઈ ગયો હતો.
કુમાર, આ વાત તમારી વ્યક્તિગત કહેવાય એટલે મારે ન પૂછવું જોઈએ. છતાં પૂછીને તમારા દિલને મેં દુઃખી કર્યું છે. મને ક્ષમા...”
મેં ઋષિકુમારના મુખ ઉપર હાથ દઈને આગળ બોલતા અટકાવી દીધા અને મેં કહ્યું : “હે આત્મીય બંધુ, તમે પૂછી શકો છો. મારા જીવનની એક-એક વાત પૂછી શકો છો. તમારા પ્રશ્નથી મને દુઃખ નથી થયું, પરંતુ ઋષિદત્તાની રમૃતિ મને પલ-પલ, ક્ષણ-ક્ષણ રડાવે છે.” મારા ઉત્તરીય વસ્ત્રથી મેં મારી આંખો લૂછી. મારા રૂંધાયેલા કંઠને સાફ કરવા થોડુંક પાણી પીધું અને સ્વસ્થ બન્યો.
ઋષિકુમાર, ઋષિદત્તાને મેં મારું હૃદય નિચોવીને પ્રેમ આપ્યો. પરંતુ એની રક્ષા ન કરી શક્યો, હું નિ:સત્ત્વ અને નમાલો સિદ્ધ થયો.”
ઋષિકુમારના મુખ પર ગ્લાનિ, આશ્ચર્ય અને વેદનાના મિશ્ર ભાવો તરી આવ્યા. તેઓ મારી સામે એકીટસે જોઈ રહ્યા હતા. મને આશ્વાસન અને મૌન સહાનુભૂતિ આપી રહ્યા હતા.
મેં તેમને ઋષિદત્તા પર કેવું કલંક આવ્યું, જોગણના કહેવાથી પિતાજીએ કેવી રીતે તપાસ કરાવી, કેવી રીતે ઋષિદત્તા પર જુલ્મ કરવામાં આવ્યો, જલ્લાદો કેવી રીતે એને સ્મશાનમાં લઈ ગયા, એ બધી જ વાત કહી સંભળાવી.
એ પછીના મારા દિવસો કેવા દુઃખપૂર્ણ, વેદનાપૂર્ણ અને ઋષિદત્તાના જ વિચારોમાં વ્યતીત થયા, એ પણ રડતી આંખે કહી દીધું. મારું હૃદય કંઈક હળવાશ અનુભવવા લાગ્યું.
For Private And Personal Use Only