________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮.
પાંપણે બાંધ્યું પાણિયારું ત્યાર પછી કાવેરીપતિના આગ્રહથી, રુક્મિણી સાથે લગ્ન કરવા માટે પિતાજીએ માતાજી દ્વારા કેવો આગ્રહ કરાવ્યો – એ બધી વાતો પણ સ્પષ્ટતાથી કરી. મનિકુમારની સામે મારું હૃદય ખૂલી ગયું હતું. છેવટે મેં કહ્યું :
“મારા હૃદયમાં રુક્મિણી પ્રત્યે કોઈ પ્રેમ જાગ્યો નથી. માત્ર માતાના આગ્રહથી અને પિતાજીના બંધનમાંથી છૂટવા માટે જ, કાવેરી જવાનું મેં સ્વીકાર્યું છે. માર્ગમાં આ આશ્રમ આવતો હોવાથી, અને આશ્રમનું પ્રબળ આકર્ષણ મારા હૃદયમાં હોવાથી હું કાવેરી જવા નીકળ્યો છું. અને ખરેખર, આ આશ્રમમાં આવવાથી મને બહુ મોટો લાભ થયો છે - તે લાભ છે તમારું આકસ્મિક મિલના”
લગભગ એક પ્રહર સુધી મેં મારી કરુણ કથની ઋષિકુમારને કહી હશે. ઋષિકુમારે સંપૂર્ણ મૌન ધારણ કરીને, ખૂબ લાગણીપૂર્વક મારી વાત સાંભળી - પછી તેઓ બોલ્યા :
કુમાર, ખરેખર તમારા જીવનની આ બહુ મોટી કરુણતા કહેવાય. પરંતુ આ સંસારમાં આવું બધું બની શકે. પાપકર્મના ઉદય કોઈ જીવને છોડતા નથી. ઋષિદરાનાં એવાં કોઈ પાપકર્મનો ઉદય આવ્યો. અને એ નિર્દોષ સ્ત્રીને અસહ્ય યાતનાઓ ભોગવવી પડી. મૃત્યુના મુખમાં ધકેલાઈ. અલબત્ત, તમારા હૃદયમાં એ વાતનું ઘોર દુઃખ થાય, તે સ્વાભાવિક છે, પરંતુ હવે તમે સ્વસ્થ બની જાઓ. ઋષિદત્તાનો દેહ નષ્ટ થયો હશે. એનો આત્મા તો અમર છે! આત્માનો આત્મા સાથેનો પ્રેમ જ અખંડ રહી શકે છે.”
થોડી ક્ષણો મૌન છવાયું. રાત્રિના બે પ્રહર પૂરા થઈ ગયાં હતાં. હજુ મારે ઋષિકુમારને મહત્ત્વની વાત કહેવાની તો બાકી જ હતી. મેં મારી એ વાત પ્રસ્તુત કરી :
હવે મારી આપને એક વિનંતી છે.”
કુમાર, હવે તમારે વિનંતી કરવાની ન હોય, હું તમને મારા આત્મીય મિત્ર માનું છું. મિત્રની પાસે વિનંતી ન હોય.'
શું ખરેખર તમને મારા પ્રત્યે પ્રેમ જાગ્યો છે, ઋષિકુમાર?” ઋષિકુમારના બંને હાથ મારા બે હાથમાં જકડી લઈ એમની અત્યંત નિકટ જઈને પૂછયું.
કુમાર, તમને જ્યારથી જોયા છે, ત્યારથી તમારા પ્રત્યે હૃદયમાં પ્રેમ જાગી ગયો છે. જો કે એક ઋષિ તરીકે મને તમારા પ્રત્યે કે બીજા કોઈ પણ સંસારી જીવ પ્રત્યે પ્રેમ ન થવો જોઈએ. છેવટે પ્રેમ એ પણ એક બંધન છે અને બંધન એ જ સંસાર છે. મુક્તિમાર્ગના મુસાફરને બંધનો બાંધવાનાં ન હોય, તોડવાનાં હોય. છતાં, મને તમારા પ્રત્યે સ્નેહ જાગી ગયો છે એ સાચું છે.'
For Private And Personal Use Only