________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
મેં કાવેરી તરફ પ્રયાણ કરી દીધું. પિતાજી ખૂબ પ્રસન્ન થયા. મારી માતા પણ પ્રસન્ન થઈ. એણે મને ખૂબ વાત્સલ્યથી વિદાય આપી.
હૃદયમાં વેદના હતી, સંતાપ હતો, છતાં લોકવ્યવહારને અનુસરતાં મેં મારા મુખ ઉપર સ્મિત ફરકાવ્યું અને પરિવારની વિદાય લીધી. મંત્રીવર્ગ, સેના અને સેવકગણની સાથે મારું પ્રયાણ આરંભાઈ ગયું.
મારા રથમાં હું એકલો જ હતો. એ જ માર્ગે રથ દોડી રહ્યો હતો કે જે માર્ગેથી હું ઋષિદત્તાને લઈને આવ્યો હતો. આજે મારા રથમાં એ ન હતી.. છતાં એની સ્મૃતિ પ્રતિપળ જીવંત હતી. પ્રિય વ્યક્તિની સ્મૃતિથી મુક્ત બનવાની મારી શક્તિ ન હતી. એનો સહવાસ.... ક્ષણિક સહવાસ અત્યંત સુખદ હતો... માટે એનો વિરહ.... એનું કરપીણ મૃત્યુ.. અને એની સ્મૃતિ મારા હૃદયને વ્યથાથી વલોવી રહી હતી.
એ જ માર્ગ... એ જ વૃક્ષો અને એ જ જળાશયો હતો. આ માર્ગે હું તે પછી પહેલી જ વાર આવ્યો હતો. ઋષિદત્તાએ આ માર્ગે આવતાં સ્થળે સ્થળે વાવેલા. વૃક્ષો... માર્ગની આજુબાજુ નાજુક છોડ સ્વરૂપે.... લીલાંછમ બનીને ઊભા હતાં. જેવી કોમળતા અને નાજુકતા ઋષિદત્તામાં હતી તેવી જ નાજુ કતા અને તેટલી જ કોમળતા આ છોડવાઓમાં હતી! કેટલી ઉત્કટતાથી.... કેટલાં ઉલ્લાસથી એણે એ વૃક્ષારોપણ કર્યું હતું....! સ્થળે સ્થળે રથમાંથી ઊતરીને એ વૃક્ષારોપણ કરતી હતી અને એ કરતી વખતે વારંવાર સ્નેહપૂર્ણ લોચનોથી એ મારી સામે જોતી હતી.... એની મારી પાસેથી એ અપેક્ષા હતી કે હું તેને વૃક્ષ વાવતાં રોકું નહીં! પણ ભલા, હું એને કેવી રીતે રોકત? પ્રિય.... અત્યંત પ્રિય વ્યક્તિનું કાર્ય એટલું જ પ્રિય લાગતું હોય છે ને!
જે ઋષિકન્યા એક યુવરાજ્ઞી બની ગઈ હતી... તેને એક ગ્રામકન્યાની જેમ વૃક્ષારોપણ કરતી જોઈને મારી સાથેના માણસોને જરૂર અરુચિ કે આશ્ચર્ય થયું હશે; મને તો એની દરેક પ્રવૃત્તિ આનંદ આપનારી જ લાગતી હતી. એની દરેક પ્રવૃત્તિ ઔચિત્યપૂર્ણ થતી હતી.
અમારું પ્રયાણ અવિરત ચાલું હતું. માત્ર ભોજનાદિ આવશ્યક કાર્યો માટે
For Private And Personal Use Only