________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
પાંપણે બાંધ્યું પાણિયારું આશ્રમમાં નહીં જવા દે , પરંતુ જો તું કાવેરી જવા સંમત થાય તો તારે કાવેરી એ જ માર્ગે જવાનું છે ને? માર્ગમાં એ આશ્રમ આવશે! તું ત્યાં થોડા દિવસ રોકાઈ પણ શકીશ... તારું મન પણ હળવું બનશે, તને ત્યાં પ્રફુલ્લિતતા પ્રાપ્ત થશે... પછી તું કાવેરી જજે,
માતાની આ વાત મને ગમી ગઈ.... ખૂબ ગમી ગઈ... હું આ મહેલ અને નગર છોડીને દૂર દૂર ચાલ્યા જવાનું તો વિચારતો જ હતો... આશ્રમમાં જવાની પણ તીવ્ર ઇચ્છા હતી.... મને માતાની આ વાત ગમી ગઈ.... મુક્તિ મળતી લાગીરુક્મિણીનાં સુખદુઃખનો વિચાર મેં એના પુણ્યપાપની ખીંટીએ વળગાડી દીધો....
આશ્રમ.... અને ઋષિદત્તા.... મારા મનને ખેંચનારાં એ બે પ્રબળ નિમિત્ત હતાં. મારા મુખ ઉપર મલકાટ આવી ગયો. મેં માતાને કાવેરી જવાની સંમતિ આપી દીધી! માએ મારા મસ્તકે ચુંબન કર્યું અને પ્રસન્ન વદને તે વિદાય લીધી. તેણે પિતાજીને આ શુભ સમાચાર આપવાના હતા ને? પિતાજીને પેલા કાવેરીપતિના દૂતને જવાબ આપવાનો હતો! એ દૂતે કાવેરી જઈને કાવેરીપતિને અને એમની રાજકુમારીને શુભ સમાચાર આપવાના હતા....
મારા મહેલની આસપાસ ગોઠવાયેલા સૈનિકો ખસેડી લેવાયા. મને મહેલની બહાર જવાની છૂટ મળી ગઈ.... હું આશ્રમની સૃષ્ટિમાં ખોવાયો-ખોવાયો રહેવા લાગ્યો.
For Private And Personal Use Only