________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું પ્રિયની અપ્રાપ્તિ..... પ્રિયને પામવાની ઝંખના... એને કેટલી વ્યથા ઉપજાવતી હશે? એણે સંકલ્પ કર્યો છે કે “હું લગ્ન કરીશ તો કનકરથ સાથે જ કરીશ, બીજા સાથે નહીં!' શું તારે એના હૃદયની કદર ન કરવી જોઈએ? એના સંતપ્ત હૃદયને શાંતિ ન આપવી જોઈએ? તું બીજાને સુખ આપ, તને સુખ મળશે.'
મેં માતાને બોલતી અટકાવીને, વચ્ચે જ કહ્યું : “મા, શું રુક્મિણી સાથે લગ્ન કરવા માત્રથી એને હું સુખ આપી શકીશ? મારા હૃદયમાં જેના પ્રત્યે કોઈ અનુરાગ નથી, કોઈ સ્નેહની સરવાણી ફૂટી નથી, એની સાથે લગ્ન કરવાનો શો અર્થ? લગ્ન કર્યા પછી...એની મારા તરફની અપેક્ષાઓ હું પૂર્ણ નહીં કરી શકું ત્યારે એને કેટલું દુઃખ થશે? હું એ રીતે એને દુઃખી કરવા નથી ઇચ્છતો.”
બેટા, મનના ભાવો પરિવર્તનશીલ છે. આજે જેના પ્રત્યે દ્વેષ હોય, બીજા દિવસે એના પ્રત્યે રાગ જાગે છે! આજે જેના પ્રત્યે રાગ હોય, બીજા દિવસે એના પ્રત્યે દ્વેષ જાગે છે! સંસારમાં આવું બનતું હોય છે! ઋષિદનાને લઈને તું અહીં આવ્યો ત્યારે તારા પિતાજીના હૃદયમાં ઋષિદના પ્રત્યે સ્નેહ-વાત્સલ્ય અને સદૂભાવ હતાં કે નહીં? પછી એના જ પ્રત્યે ઘોર દ્વેષ જાગ્યો! તારા હૃદયમાં તારા પિતાજી તરફ અનુરાગ હતો કે નહીં? આજે અણગમો જાગી ગયો છે ને? એમ, આજે ભલે રુક્મિણી પ્રત્યે તારા હૃદયમાં સ્નેહ ન હોય, લગ્ન પછી સ્નેહ ાગશે! ‘પણ માની લે કે સ્નેહ ન જાગ્યો તો? એનું શું થશે?' પછી જેવું એનું ભાગ્ય!' “એટલે?'
એટલે એ જ કે છેવટે સુખ-દુઃખનો આધાર એનાં શુભ-અશુભ કર્મો હોય છે. પુણ્યનો ઉદય આત્મામાં હોય ત્યાં સુધી સુખનો પ્રકાશ અને પુણ્યનો અસ્ત થયો.. પાપની રાત જામી એટલે દુઃખનો ગાઢ અંધકાર! સુખદુઃખની બાબતમાં માનવીનો પુરુષાર્થ ગૌણ હોય છે, એનું પ્રારબ્ધ જ મુખ્ય નિયામક હોય છે. બેટા, પુણ્યકર્મ અને પાપકર્મના સિદ્ધાંતોને તું સમજીશ તો તને ઘણી ઘણી સમસ્યાઓના સમાધાન મળી જશે.'
હું વિચારમાં ડૂબી ગયો. પરિચારિકાએ માતાને અને મને પાણી આપ્યું. પાણી પીને માતાએ પોતાની વાત આગળ ચલાવી.
કનક, બીજી એક મહત્ત્વની વાત તને કહું? તે મને નહોતું કહ્યું, “મારે ઋષિદત્તાના આશ્રમમાં જવું છે?' કહ્યું હતું ને? આમ તો તને તારા પિતાજી
For Private And Personal Use Only