________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
પાંપણે બાંધ્યું પાણિયારું બે મહિના વીતી ગયા હતા. રાજમહેલનું જીવન રાબેતા મુજબનું થતું જતું હતું. મારા મિત્રો મારાં મનને પ્રફુલ્લિત કરવાના પ્રયત્નો કરતા હતા. પરંતુ મેં એમને કહી દીધું કે તેઓ એવા પ્રયત્નો ન કરે. બે મહિના વીતે કે બે વર્ષ વીતે.. જિંદગી વીતી જાય, પરંતુ હું ઋષેિદત્તાને ભૂલી શકું એમ જ ન હતો. ઋષિદત્તા સિવાય કોઈ સ્ત્રી પ્રત્યે મારું મન રાગી બને એ શક્ય જ ન હતું.
એક દિવસ મારા શયનખંડમાં હું જમીન પર આરામ કરી રહ્યો હતો, ત્યાં માતાએ શયનખંડમાં પ્રવેશ કર્યો. મેં ઊભા થઈને માતાનાં ચરણોમાં નમન કર્યું. માતાએ મસ્તકે બે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. અમે મા-દીકરો જમીન પર બેઠાં. માતાએ મૌન તોડ્યું :
“વત્સ! હમણાં હું તારા પિતાજી પાસેથી સીધી અહીં આવી છું. આજે રાજસભામાં કાવેરી નગરીથી રાજદૂત આવેલો હતો. કાવેરીપતિનો સંદેશો લઈને આવ્યો હતો. જ્યારે તું રુકિમણી સાથે લગ્ન કરવા કાવેરી ન પહોંચ્યો અને માર્ગમાંથી જ ઋષિદત્તાને લઈ પાછો ફર્યો, તારાં ઋષિદત્તા સાથે લગ્ન થઈ ગયાં, આ સમાચાર ક્મિણીને મળ્યા, તો નિરાશ થઈ ગઈ. તેણે પ્રતિજ્ઞા કરી છે કે હું પરણીશ તો કનકરથકુમારને જ પરણીશ. એ સિવાય કોઈને આ જીવનમાં પરણીશ નહીં.' કાવેરીપતિ ચિંતામાં પડી ગયા. તેમણે પોતાની પુત્રીને બીજા કોઈ રાજ કુમાર સાથે લગ્ન કરી લેવા ખૂબ સમજાવી, પરંતુ પુત્રી સમજતી જ નથી. છેવટે દૂતને તારા પિતાજી પાસે મોકલીને સંદેશો કહેવરાવ્યો છે કે “ગમે તેમ કરીને રાજ કુમારને સમજાવીને, રુક્મિણી સાથે લગ્ન કરવા કુમારને કાવેરી મોકલો. આપણા વર્ષોથી મીઠો સંબંધ છે. એ સંબંધથી પ્રેરાઈને આપને આ સંદેશો મોકલ્યો છે. મારી પુત્રીના જીવનમરણનો પ્રશ્ન છે...' - કાવેરીપતિનો આ સંદેશો સાંભળીને તારા પિતાજી ખૂબ મૂંઝાઈ ગયા છે. તેમણે મને બોલાવી અને કહ્યું કે “તું ગમે તેમ કરીને પણ કુમારને સમજાવ. જે બનવાકાળ હતું તે બની ગયું છે.... મને એ વાતનું ઘણું દુઃખ થાય છે. પરંતુ હવે રુક્મિણીના જીવનનો વિચાર કરવો જોઈએ.”
માતાએ મારી સામે જોયું. મારી દૃષ્ટિ ધરતી ઉપર સ્થિર હતી. હું માતાની વાત ધ્યાનથી સાંભળતો હતો. વાત સાંભળી ખરી, પરંતુ મારા હૈયામાં રુક્મિણી તરફ કોઈ અનુરાગ ન પ્રગટ્યો.
For Private And Personal Use Only