________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
પાંપણે બાંધ્યું પાણિયારું
‘વસંતા, ઋષિદત્તાને અહીંથી લઈ ગયા ત્યારે તું સાથે ગઈ હતી?' ‘મહારાજકુમાર, મને સાથે કોણ જવા દે? પરંતુ હું ગઈ હતી.... નગરની બહાર.... ઠેઠ સ્મશાનના દરવાજા સુધી ગઈ હતી....’
‘એને કેવી રીતે લઈ ગયા હતા એ જલ્લાદો?' મેં બીજો પ્રશ્ન કર્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘એ વાત હું અત્યારે નહીં કહું. પહેલાં આપ પાણી પીઓ. દવા લો. ભોજન કરો.... પછી બધી જ વાત કરીશ....’
‘હા, બેટા, તું પાણી પી લે, દવા લે અને તને ભાવે તે ભોજન લે....’ માતાનો પ્રેમાળ હાથ મારા મુખ ઉપર ફરી રહ્યો હતો. માતા મારી વેદના જાણી શકતી હતી. માના હૈયામાં ઋષિદત્તાનું નિર્દોષ વ્યક્તિત્વ જળવાયેલું હતું.
‘મા, એનું શું થયું હશે?'
બેટા, એ મહાસતી છે.... એનો ધર્મ એની રક્ષા કરશે જ.'
‘મા, શું એ જીવતી હશે? પેલા યમદૂત જેવા જલ્લાદોએ એનો વધ નહીં કર્યો હોય?' મારી કલ્પનાસૃષ્ટિમાં વિકરાળ આકૃતિવાળા જલ્લાદો ઊપસી આવ્યાં.... ઋષિદત્તાના વાળ પકડી ઢસડી જતાં....
મારા માથાની નસો ખેંચાતી હતી. શરીરમાં ભારે કળતર થતું હતું, મેં પડખું ફેરવ્યું અને માતાના બંને હાથ લઈ મારા મુખ પર ઢાંકી દીધા. માતાએ મને સ્નેહથી કહ્યું :
‘બેટા, થોડું પાણી પી લે....’
મને વસંતાના શબ્દો યાદ આવ્યા : ‘તમે પાણી, દવા.... દૂધ લઈ લો.... પછી હું તમને ઋષિદત્તાની વાત કહીશ....' મેં માતાના હાથે થોડું પાણી પીધું. માતાને ખૂબ સંતોષ થયો. માતાએ વસંતાને સંકેત કર્યો અને વસંતા શયનગૃહમાંથી ચાલી ગઈ. થોડી વારે તે વૈદરાજને તેડીને હાજર થઈ, વૈદરાજને માતાએ આવકાર આપ્યો અને બેસવા ભદ્રાસન આપ્યું. વૈદરાજે બેસીને મારું શરીર તપાસવા માંડયું. શરીર તપાસીને દવા આપી. માતાને કહ્યું : ‘ચિંતા ન કરશો. એક-બે દિવસમાં તાવ ઊતરી જશે. કુમારનું મન પ્રફુલ્લિત રાખજો.'
વૈદરાજ ચાલ્યા ગયા. માતાએ મારા માટે દૂધ તૈયાર રાખ્યું હતું. સૂતાં સૂતાં જ મને માતાએ દૂધ પાયું. થોડી વારમાં જ મને નિદ્રા આવી ગઈ.... જ્યારે હું જાગ્યો ત્યારે રાત્રિનો ચોથો પ્રહર ચાલતો હતો.... મારી સ્મૃતિમાં ઋષિદત્તા
For Private And Personal Use Only