________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
‘ઋષિદત્તા, હું તારી પાસે આવું છું..” એમ બૂમ પાડતો હું પલંગમાં ઊભો થઈ ગયો. પિતાજીએ મને પકડી લીધો અને સુવાડી દીધો. ત્રણ દિવસ સુધી મેં ખાધું નહીં કે પાણી પીધું નહીં, ત્યારે પિતાજી ગભરાયા. તેમણે મારી માતાને કહ્યું :
તું ગમે તે રીતે કુમારને સમજાવ.” માતાએ પિતાજીને મારા શયનગૃહમાંથી બહાર મોકલી દીધા અને દ્વારરક્ષકોને પણ રવાના કરી દીધા. માતાએ મારા મસ્તકને પોતાના ખોળામાં લીધું. તેની આંખોમાંથી નીતરતી અશ્રુધારાએ મારા મસ્તકને ભીંજવી દીધું. માતા રડી રહી હતી. મેં આંખો ખોલી.. માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મારા શરીરમાં તાવ ભરેલો હતો. મેં મારા ગરમ ગરમ બે હાથથી માતાની આંખો લૂછી. અને ધીમા સ્વરે મેં માતાને કહ્યું : ‘તું રડ નહીં. રડવાથી શું?'
“તો બેટા, હવે રડવા સિવાય જીવનમાં રહ્યું છે શું? મારી દેવી જેવી પુત્રવધૂ....” મા વધુ બોલી ન શકી.
તેણે પોતાના પાલવથી પોતાનું મુખ ઢાંકી દીધું. મા ઋષિદત્તાને યાદ કરી કરી ઝૂરી રહી હતી. હું ઋષિદત્તાને યાદ કરી કરી સળગી રહ્યો હતો... મારી આંખો પણ રડી રડીને સૂજી ગઈ હતી. એક પ્રહર સુધી મા બેસી રહી. એક અક્ષર પણ બોલી નહીં, છેવટે તેણે કહ્યું :
બેટા, શું તું દૂધ કે પાણી નહીં લે?' હવે શા માટે દૂધ લઉં? શા માટે પાણી?” પાસે જ ઊભેલી ઋષિદત્તાની પ્રિય પરિચારિકાએ સહેજ મારા તરફ નમીને મને કહ્યું :
મહારાજકુમાર, ત્રણ દિવસથી માતાજીએ પણ અન્નપાણી નથી લીધાં. આપ લેશો તો જ એ લેશે....”
અને તેં અન્ન-પાણી લીધાં છે ખરાં?’ માતાએ પરિચારિકાને પૂછ્યું; અને મારી તરફ જોઈને મા બોલી :
બેટા, આ વસંતાએ પણ ત્રણ દિવસથી અન્ન-પાણી નથી લીધાં....” રાજમહેલના સર્વ દાસ-દાસીઓમાં ઋષિદત્તાને વસંતા ઉપર સહુથી વધારે લાગણી હતી. વસંતાને પણ ઋષિદત્તા ઉપર અપાર સ્નેહ હતો, આ હું જાણતો હતો. મારાથી બોલી શકાતું ન હતું. છતાં મેં વસંતાને પૂછ્યું :
For Private And Personal Use Only