________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે_
પાંપણે બાંધ્યું પાણિયારું ' ‘આ તારી પુત્રવધૂને. બોલ, તારે શું કહેવું છે? રોજ એક નગરવાસીની હત્યા કરી રક્તપાન કરે છે... અને માંસની મહેફિલો ઉડાવે છે..... અને આ તારો લાડકવાયો જાણવા છતાં આ રાક્ષસીને પાળે છે ને પોષે છે...”
ભલે એ રાક્ષસી હોય, અમે ચાલ્યા જઈએ છીએ તમારું રાજ્ય છોડીને....' મેં ઋષિદત્તા પાસે જઈ એનો હાથ પકડ્યો.... ત્યાં પિતાજીએ ઋષિદત્તાનો ચોટલો પકડી તેને ઢસરડવા માંડી.... સૈનિકોએ મને પકડી લીધો અને પિતાજીની આજ્ઞાથી મને એક થાંભલા સાથે બાંધી દીધો.
મા... બિચારી મા... કરુણ કલ્પાંત કરતી ઋષિદત્તાને છોડાવવા આગળ વધી.. પરંતુ પિતાજીએ ત્રાડ પાડી એને એક ધક્કો દઈ ખૂણામાં ધકેલી દીધી અને ઋષિદત્તાને જલ્લાદોના હવાલે કરી દીધી અને જલ્લાદોને કહ્યું :
આ રાક્ષસીને આખા નગરમાં ફેરવજો, નગરમાં જાહેર કરજો કે “આ યુવરાજ્ઞી રાક્ષસી છે..રોજ આણે જ નગરજનોની હત્યા કરી છે....નગરવાસીનાં લોહી પીધાં છે... માંસ ખાધાં છે...' પછી સ્મશાનમાં લઈ જઈ એનો વધ કરી દેજો.”
બસ, પિતાજીના આ કઠોર શબ્દો મારા કાને પડ્યા... ને બેહોશ થઈ ગયો હતો, માતા પણ બેભાન પડેલી હતી. બીજું તો કોણ કરુણાવંત હતું અમારા મહેલમાં? બિચારાં દાસ-દાસીઓનું પિતાજીની આગળ શું ચાલે? આંખોમાંથી બોર બોર જેવડાં આંસુ વરસાવતા રહ્યા તે લોકો, અને હૈયાફાટ રુદન કરતી ઋષિદત્તાને ક્રૂર જલ્લાદો રાજમહેલમાંથી ઢસડી ગયા,
જ્યારે હું ભાનમાં આવ્યો, ત્યારે મેં મારી જાતને મારા શયનગૃહના પલંગમાં જોઈ. પાસે જ પિતાજી બેઠેલા હતા. દરવાજે સશસ્ત્ર સૈનિકો પહેરો ભરતા હતા. મેં આંખો ખોલી ને બંધ કરી દીધી. મારું આખું શરીર તૂટી રહ્યું હતું.... અને તાવથી ધખી રહ્યું હતું. પિતાજીએ પૂછ્યું : બેટા, પાણી આપું?”
મેં માથું ધુણાવીને ના પાડી. મારા હૃદયની ઘોર વેદનાનું હું ક્યા શબ્દોમાં વર્ણન કરું?
પિતાજી તરફ ભયંકર અપ્રીતિ જાગી ગઈ હતી.... રાજમહેલનાં સુખો તરફ ઘોર અણગમો થઈ ગયો હતો. ઋષિદત્તાની સ્મૃતિ મને ખૂબ જ અસ્વસ્થ કરી રહી હતી..
For Private And Personal Use Only