________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
પાંપણે બાંધ્યું પાણિયારું
“મને આ કોઈ ભયંકર જયંત્ર લાગે છે. ઋષિદત્તાને કલંકિત કરવા આ બધું થઈ રહ્યું છે. હું નથી માનતો કે એ રાક્ષસી હોય.'
તો પછી એનું મુખ લોહીથી કેવી રીતે ખરડાય? માંસના ટુકડા ક્યાંથી આવે છે? નગરમાં હત્યાઓ કોણ કરે છે?' પિતાજી ઊછળી પડ્યા.
એ હું નથી જાણતો, પિતાજી! એ રહસ્ય હજુ છતું થતું નથી. ઋષિદત્તાને હું એના આશ્રમમાં હતો ત્યારથી જોતો આવ્યો છું. તે એક રાજર્ષિની પુત્રી છે. એ રાક્ષસી ન હોઈ શકે.”
મેં ખૂબ મક્કમતાથી ઋષિદનાનો બચાવ કર્યો. પિતાજી ઉપર એની કોઈ અસર ન થઈ. તેઓ વધુ ક્રોધે ભરાયા.
“તું એના મોહમાં આંધળો થઈ ગયો છે... આવું પ્રત્યક્ષ પ્રમાણ હોવા છતાં તું નથી માનતો! તું ચાલ્યો જા, મારી સામેથી. હું તારું કાળું મોં જોવા નથી ઇચ્છતો... નીકળી જા અહીંથી....'
હું તુર્ત જ ઊભો થઈ શયનગૃહમાંથી બહાર નીકળી ગયો અને સીધો મારા શયનખંડમાં પહોંચી ગયો. ઋષિદત્તા પલંગમાં ઊંધી પડેલી હતી.... હીબકી હીંબકીને રોઈ રહી હતી.. રડી રડીને આંખો સૂજી ગઈ હતી. મેં જઈને એને બોલાવી : “ઋષિ!'
મારો અવાજ સાંભળતાં તે સફાળી ઊભી થઈ ગઈ અને મને વળગી પડી. તેનું કરુણ રુદન મારા હૈયામાં કાળો કકળાટ પેદા કરતું હતું. મેં ઋષિદત્તાને કહ્યું : “ઋષિ, ચાલ આપણે આ મહેલ છોડીને ચાલ્યા જઈએ... આપણે આ મહેલમાં, આ રાજ્યમાં નથી રહેવું.”
ત્યાં તો પિતાજી સ્વયં મારા શયનખંડમાં આવી પહોંચ્યા અને રાડ પાડી : ક્યાં ચાલ્યા જવું છે તમારે? તારે ક્યાંય જવાનું નથી, એક બાજુ ઊભો રહી જા. છોડી દે આ રાક્ષસીને. એને તો હું આજે જલ્લાદોને સોંપી દઈશ. સ્મશાનમાં એનો વધ થશે....”
“તો પછી પિતાજી, તમે સાંભળી લો.... તમારો પુત્ર પણ પ્રાણત્યાગ કરશે.' અને મેં મારી કટારી મ્યાનમાંથી ખેંચી કાઢી..... ત્યાં મારી માતા શયનગૃહમાં દોડી આવી અને મને વળગી પડી. મારા હાથમાંથી એણે કટારી ખેંચી લીધી..... તે હાંફી રહી હતી. પિતાજી સામે જોઈને મા બોલી ઊઠી :
આ તમે શું કરી રહ્યા છો? તમે કોને “રાક્ષસી' કહો છો?'
For Private And Personal Use Only