________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મક
હું
હું પિતાજીના શયનખંડમાં સૂઈ ગયો, પરંતુ હું આખી રાત જાગતો જ રહ્યો. મને નિદ્રા કેવી રીતે આવે? સતત મને ઋષિદત્તાની ચિંતા સતાવતી હતી. રાત્રિના છેલ્લા પ્રહરમાં મને ઝોકું આવી ગયું. પ્રભાતે જ્યારે હું જાગ્યો... આકાશ વાદળછાયું હતું. વાતાવરણ વિષાદભર્યું હતું. હજુ હું પિતાજીના શયનખંડમાં જ હતી ત્યાં બે નગરરક્ષકોએ આવીને પિતાજીને સમાચાર આપ્યા :
મહારાજા, આજે રાત્રે પણ એક પુરુષની હત્યા થઈ ગઈ છે....' પિતાજીના મુખ પર રોષ અને ઉદ્વેગ ઊભરાયો. તેઓ કંઈ બોલ્યા નહીં. નગરરક્ષકો પ્રણામ કરી ચાલ્યા ગયા.
થોડી ક્ષણો વીતી અને બે ગુપ્તચરોએ આવીને પિતાજીને નમન કર્યું અને કહ્યું: “મહારાજા, અમે રાજકુમારના શયનખંડમાં રાત્રિના છેલ્લા પ્રહરમાં અવલોકન કર્યું. આપની સૂચના મુજબ ખૂબ કાળજીથી યુવરાજ્ઞીનું મુખ જોયું.... તે લોહીથી ખરડાયેલું હતું અને ઓશીકા પાસે માંસના ટુકડા પણ પડેલા હતા... અમે નજરે જોઈને આવ્યા છીએ.”
હું તો ગુપ્તચરોની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયો. મારી આશંકા સાચી પડી હતી... પિતાજીની પ્રતિક્રિયા અંગે પણ મારી કલ્પના સાચી પડવાની મારી ધારણા બંધાઈ ગઈ. પિતાજીએ મારી સામે જોયું. તેમનું શરીર રોષથી ધ્રુજી રહ્યું હતું. તેમની આંખોમાંથી ક્રોધના અંગારા વરસતા હતા... તેઓએ મને
કહ્યું :
તેં મારા કુળને કલંકિત કર્યું છે... તું જાણે છે કે ઋષિદના રાક્ષસી છે.... છતાં એ વાત તું મને નથી કહેતો. રોજ નગરમાં નગરવાસીની હત્યા થાય છે.... રોજ એ રાક્ષસી મારા પ્રજાજનનું લોહી પીએ છે.... માંસ ખાય છે.... છતાં તું એને પાળે છે, પોષે છે..... પ્રેમ કરે છે. રોજ એનું મુખ લોહીથી ખરડાયેલું તું જુએ છે કે નહીં? બોલ, સાચું બોલ...' | પિતાજી એટલા બધા જોશથી અને રોષથી બોલતા હતા કે બોલતાં બોલતાં હાંફી રહ્યા હતા.... તેઓ એમના પલંગ પર બેઠા હતા, હું મારા પલંગ પર બેઠો હતો. મેં ખૂબ નમ્રતાથી કહ્યું :
For Private And Personal Use Only