________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્ય પાણિયારું નહીં સૂઈ શકું. ઋષિદતા એકલી નહીં સૂઈ શકે...' પરંતુ એનો જવાબ તો પિતાજી આપી દે : “તારી માતા સાથે એ સૂઈ જશે....તો પછી હું શું કહું?
પિતાજી તો કાંઈ બોલતા જ ન હતા. તેઓ આંખો બંધ કરીને સૂઈ રહ્યા હતા. મેં ઋષિદત્તાને કહી આવવાનો વિચાર કર્યો. એ સાવધાન રહે.... વહેલી ઊઠીને એની જાતે મુખ ધોઈ નાંખે અને માંસના ટુકડા ખાળમાં નાંખી
દે....
હું ધીમેથી પિતાજીના ખંડમાંથી બહાર નીકળ્યો.... ત્યાં પિતાજીનો અવાજ આવ્યો : “કનકરથ, જલદી પાછો આવી જજે.”
સારું, પિતાજી', કહીને હું મારા શયનખંડમાં પહોંચી ગયો. ઋષિદત્તા ઝરૂખામાં ઊભી ઊભી દૂર દૂર આકાશ તરફ જોઈ રહી હતી. એના મનમાં કેવા કેવા વિચાર આવતા હશે.. “હું વનવગડાનું પંખી.... અને જ્યાં આ સોનાના પિંજરામાં લોભાણું...શું એને અનંત આકાશમાં ઊડી જવાના વિચારો આવતા હશે? શું એને અત્યારે એના વાત્સલ્યભર્યા પિતાજી યાદ આવતા હશે? એ આશ્રમ.... એ જિનાલય.... એ વન્ય પશુઓ..... એ મુક્ત જીવન... આ બધું અત્યારે એને બોલાવતું હશે? આવી જા ઋષિ, અહીં.... તારા માટે તો આ જ મહેલ છે. આ જ સ્વર્ગ છે... એ રાજમહેલનાં સુખ તારા કામમાં નહીં. એ બધી ઇન્દ્રજાળ છે... માયાજાળ છે....'
હું એની પાછળ જઈને ઊભો રહ્યો. મારા મુખમાંથી “આહુ” નીકળી ગઈ.... અને એણે ચોંકીને પાછળ જોયું.... એ મને વળગી પડી....મેં એનું માથું પંપાળ્યું...
ઋષિ, આજે મારે પિતાજીની પાસે સૂવાનું છે. તારે એકલીએ આજે આ શયનગૃહમાં સૂવાનું છે.... બીજો કોઈ ભય નથી.. બસ, તું સાવધાન રહેજે. સવારે વહેલી ઊઠીને તું સ્વયં તારું મુખ ધોઈ નાંખજે..... અને પેલા ટુકડા ખાળમાં નાંખી દેજે... આમાં જરાય ગફલત કરીશ નહીં.”
આપ કેમ પિતાજી પાસે આજે....' “પિતાજીએ આજ્ઞા કરી છે.... ના કેવી રીતે પાડું? ના પાડું તો તેમની શંકા વધુ દૃઢ થાય....'
ઋષિદત્તા કાંઈ બોલી નહીં.... પલંગમાં ઊંધી પડીને.... ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. એની પીઠ પંપાળતો હું થોડોક સમય બેસી રહ્યો.... અને પ્રથમ પ્રહર પૂરો થતાં લડથડતા પગે શયનગૃહની બહાર નીકળ્યો....
For Private And Personal Use Only