________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮
પાંપણે બાંધ્યું પાણિયારું માતાના ગયા પછી થોડી જ ક્ષણોમાં મને તેડું આવ્યું. ઋષિદત્તાને શયનખંડમાં નિશ્ચિત બનીને રહેવાનું કહી હું પિતાજીની પાસે પહોંચ્યો. પિતાજી પલંગમાં આંખો બંધ કરીને સૂતેલા હતા. હું એમની પાસે પડેલા એક ભદ્રાસન પર શાંતિથી બેઠો. થોડી વારે પિતાજીએ આંખો ખોલી મારી સામે જોયું. તેઓ ધીમા સ્વરે બોલ્યા :
કનકરથ, આજે મારી તબિયત સારી નથી.” રાજવૈદ્યને બોલાવું, પિતાજી?”
ના, હમણાં બોલાવવાની જરૂર નથી. જરૂર પડે ત્યારે બોલાવીશું. પણ આજે રાત્રે તું મારી પાસે સૂઈ જજે. કદાચ રાત્રે તબિયત વધુ બગડે તો?' મને પેટમાં ધ્રાસકો પડ્યો....પિતાજીને ફરીથી કહ્યું :
પિતાજી, એવું લાગતું હોય તો અત્યારે વૈદરાજને બોલાવી લાવું. અત્યારે દવા લઈ લો તો રાત્રે તબિયત બગડવાનો ભય ન રહે.”
“ભલે, અત્યારે વૈદરાજને બોલાવી લાવ, પરંતુ આજે રાત્રે તારે મારી પાસે સૂઈ જવાનું છે. મને મારી તબિયત ચિંતા કરાવે છે....”
હું મૌન રહ્યો અને વૈદરાજને બોલાવી લાવવા નોકરને રવાના કર્યો. મારા મનમાં ભારે ગડમથલ ચાલુ થઈ ગઈ હતી. “પિતાજી મને એમની પાસે સૂવાનું કહે છે, એનું કારણ એમની અસ્વસ્થ તબિયત નથી, પરંતુ ઋષિદના છે.' આ વાત સમજતાં મને વાર ન લાગી. પિતાજીનું સ્વાથ્ય ઘણી વાર બગડેલું છે, પરંતુ ક્યારેય મને એમની પાસે સુવાક્યો નથી... માતા જ બધી સેવા કરતી હતી.
જો હું પિતાજીની પાસે અહીં સુઈ જાઉં તો વહેલી સવારે ઋષિદત્તાનું લોહીથી ખરડાયેલું મુખ... માંસના ટુકડા... આ બધું કોણ સાફ કરશે? અને એ તો સ્વયે વહેલી જાગી શકતી નથી.... કોઈ પરિચારિકાની નજરે જો આ બધું ચઢી ગયું તો?' આ કલ્પનાથી હું ધ્રૂજી ઊઠ્યો. જો લોહીથી ખરડાયેલા મુખવાળી ઋષિદત્તાને કોઈ જોઈ લે તો એ “રાક્ષસી' છે, આ આરોપ સિદ્ધ થઈ જાય... એનું કેવું ભયંકર પરિણામ આવે?... મારું માથું ભમવા માંડ્યું. માથામાં ચસકા ઊપડ્યાં.... હું ઊભો થઈને ઝરૂખામાં ગયો. અંધારું થઈ ગયું હતું. નગરમાં દીપકો સળગી ગયા હતા.
વૈદરાજે આવીને પિતાજીને તપાસ્યા અને દવા આપીને “સવારે સારું થઈ જશે.' એમ કહીને ચાલ્યા ગયા. મારું મન પોકારી ઊહ્યું : “સવારે મારું બધું બગડી જશે...... મારા મુખમાંથી નિસાસો નીકળી પડ્યો.
ક્ષણભર મને વિચાર આવી ગયો. “પિતાજીને કહી દઉં કે હું આપની પાસે
For Private And Personal Use Only