________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
પાંપણે બાંધ્યું પાણિયારું
ઋષિદત્તા ટગરટગર મારી સામે જોઈ રહી હતી. અલબત્ત એને મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો. હું એનો ગમે તેવા વિકટ સંયોગોમાં પણ ત્યાગ નહીં કરું, એવી એને ખાતરી હતી. એણે ગદ્ગદ્ સ્વરે મને કહ્યું :
પૂર્વજન્મમાં બાંધેલું કોઈ પાપકર્મ ઉદયમાં આવ્યું છે. આપ શું કરો? આપ મારા દુઃખે દુઃખી ન થશો.. હું મારું પાપકર્મ ભોગવીશ...' બોલતાં બોલતાં તે રડી પડી. મેં એને ખૂબ સાત્ત્વના આપી. એણે બે હાથે પોતાનું મુખ દબાવીને કહ્યું :
આજે હું માતા પાસે નહીં જાઉં..” ભલે, આજે આપણે અહીં જ ભોજન કરીશું.' પરંતુ ત્યાં તો માતા સ્વયં મારા ખંડમાં પ્રવેશી. હું અને ઋષિદના બંને ઊભાં થઈ ગયાં. માતાએ આવીને ઋષિદત્તાને પોતાના ઉત્સંગમાં લીધી. એના મસ્તકે હાથ મૂકીને ધીમે ધીમે પંપાળવા લાગી. માતાના મુખ પર ગ્લાનિ અને ચિંતાની રેખાઓ ઊપસી આવી હતી. હું પશ્ચિમ દિશાની બારીએ ઊભો ઊભો નગર તરફ જોઈ રહ્યો હતો. મારું મન અસ્વસ્થ હતું. પિતાજી મને બોલાવશે અને ઋષિદત્તા અંગેના પ્રશનો પૂછશે, એવી મારી ધારણા હતી. પિતાજી કેવા કેવા પ્રશ્નો પૂછશે અને એના જવાબો હું કેવા આપીશ, એના વિચારો પણ મારા મનમાં ઊભરાવા લાગ્યા હતા. પેલી યોગિનીએ પિતાજીને એકાંતમાં શું વાત કરી હશે - એ અંગે મારું મન અનેક અનુમાનો કરતું હતું.
જે યોગિનીએ ઋષિદત્તાને “રાક્ષસી' બતાવી, નગરજનોની હત્યાની જવાબદાર બતાવી, તે યોગિનીએ મારા શયનગૃહમાં બનતી ઘટના પણ પિતાજીને કેમ ન કહી હોય? શું આ યોગિનીનું આ પયંત્ર હશે? પરંતુ એ શા માટે ઋષિદત્તા પ્રત્યે દ્વેષ રાખે? મને કંઈ સમજાતું ન હતું.... હું મારા શયનગૃહમાં નિષ્પયોજન આંટા મારવા લાગ્યો.
રાજસભામાં યોગિનીએ જે વાત કરી હતી, તે વાત મારી માતા પાસે પહોંચી ગઈ હતી અને એટલે જ મારી મા મારા ખંડમાં દોડી આવી હતી. એના હૃદયમાં ઋષિદત્તા પ્રત્યે અપાર વાત્સલ્ય હતું. “ઋષિદરા અને રાક્ષસી?” આ વાત કોઈ પણ નગરવાસીના મનમાં કે કોઈ પણ રાજપુરુષના મનમાં ઊતરે એવી ન હતી, પછી માતાના મનમાં ઊતરવાનો પ્રશ્ન જ ક્યાં રહે?
માતાએ અમારા બંને માટે સાંજનું ભોજન મારા ખંડમાં જ મંગાવી લીધું હતું. મારી કે ઋષિદરાની ભોજન કરવાની ઇચ્છા જ ન હતી. છતાં માતાના અતિ આગ્રહથી અમે થોડુંક ખાઈ લીધું. અમે માતાને વિદાય કરી. માતાની આંખો આંસુભીની હતી.
For Private And Personal Use Only