________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૫
પાંપણે બાંધ્યું પાણિયારું આવી ગઈ. છેલ્લા ત્રણ દિવસ રોજ આ સમયે હું એનું લોહીથી ખરડાયેલું મુખ સાફ કરતો હતો... માંસના ટુકડા ખાળમાં નાખી દેતો હતો... અને છેલ્લી સવારનું દૃશ્ય તો કેટલું ભયાનક હતું.? પિતાજીએ એનો ચોટલો પકડીને એની સુકોમળ કાયાને ઢસડી... અહા.. કેવી ક્રૂરતા હતી એ? ગરીબ ગાય જેવી ઋષિદત્તા.. ત્યારે કેવી ભયભીત થઈ ગઈ હતી? તેની આંખો પહોળી થઈ ગઈ હતી...! તેના મુખમાંથી કેવી દારુણ ચીસ નીકળી હતી...!
મારા માથામાં ચસકા મારવા લાગ્યા. મારું મન રોષથી ધમધમી ઊઠ્યું. વસંતાએ મને કહ્યું : “મહારાજ કુમાર, ત્રણ દિવસથી આપે સ્નાન કર્યું નથી. ઉષ્ણ જલ તૈયાર છે. આપ સ્નાન કરી લો તો શરીરમાં સ્કૂર્તિ આવી જશે.”
હું ધીરેધીરે પલંગ પરથી નીચે ઊતર્યો. સ્નાનાગારમાં જઈને મેં સ્નાન કર્યું, વસ્ત્રપરિવર્તન કર્યું. શરીર કંઈક સ્વસ્થ બન્યું, તાવ ઊતરી ગયો હતો. સૂર્યોદય થઈ ગયો હતો. માતા મારા માટે દૂધ લઈને આવી ગઈ હતી. મારું મન બેચેન હતું. માતાએ ખૂબ આગ્રહ કરીને મને દૂધ આપ્યું. દુગ્ધપાન કરીને મેં વસંતાને કહ્યું :
વસંતા, હવે તું મને કહે, એ જલ્લાદોએ ઋષિદત્તાનું શું કર્યું?” વસંતા મારી માતાનાં ચરણોમાં બેસી ગઈ હતી. મારો પ્રશ્ન સાંભળી તેના મુખ ઉપર ગંભીરતા. ઉદાસીનતા છવાઈ ગઈ. થોડી ક્ષણો મૌન રહીને તેણે કહ્યું : “મહારાજ કુમાર, આ સાંભળીને આપ શું કરશો? આપના દિલને ખૂબ આઘાત લાગશે... એ જલ્લાદોએ યુવરાજ્ઞીને દુઃખ આપવામાં કંઈ બાકી રાખ્યું નથી....”
ના, મારે સાંભળવું છે.... એ નિર્દોષ અબળાને કેવાં દુઃખ સહેવાં પડ્યાં, તે મારે જાણવું છે.... ક્યારેક કાઈક ભવમાં એ મળી જાય... તો એની હું ક્ષમા માગી શકું ને!”
કુમાર, તો તમે સાંભળો. જલ્લાદો યુવરાજ્ઞીને અહીંથી બહાર લઈ ગયા.... એના ગળામાં લીમડાનાં પાંદડાંનો હાર પહેરાવ્યો, એના સમગ્ર શરીર ઉપર કાળા.... લાલ.... એવા રંગ ચોપડ્યા.... એના માથે સાત નાળિયેર બાંધ્યાં... પગમાં ઘૂઘરા બાંધ્યા.... આગળ ઢોલ-ત્રાંસા વગાડનારા માણસોને રાખ્યા.. સતત એના ઉપર કંકુની વૃષ્ટિ કરવા લાગ્યા.... ત્યાર પછી યુવરાજ્ઞીને આખા નગરમાં ફેરવવામાં આવી. નગરજનોમાં હાહાકાર વ્યાપી ગયો. સહુના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા... “અરેરે, મહાસતી ઋષિદત્તાનું આ શું થયું? કોણે આ
For Private And Personal Use Only