________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
પાંપણે બાંધ્યું પાણિયારું હતું. મને પિતાજીએ વાત પણ કરી અને હત્યારાની તપાસ ચાલુ કરાવ્યાના સમાચાર પણ આપ્યા.
મેં અમારા શયનગૃહની ઘટનાની વાત પિતાજીને કે માતાને નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. ઋષિદત્તાને પણ મેં કહી દીધું હતું કે એ માતાને વાત ન કરે. એ સિવાય બીજા કોઈને વાત કરવાની શક્યતા એના માટે ન હતી. જો એ સરળ હૃદયથી માતાને વાત કરે તો માતા પિતાજીને વાત કરે જ. પિતાજી એ વાતનો સંબંધ નગરમાં થયેલી હત્યા સાથે જોડ્યા વિના ન રહે.. અને તો પરિણામ કેવું ભયંકર આવે? ઋષિદરાની નિર્દોષતા કાંઈ જ કબૂલવા તૈયાર ન થાય, ઋષિદત્તાની પ્રશંસા કરતાં ન ધરાતા માણસો પણ એને દોષિત માનવા તૈયાર થઈ જ જાય. અરે, મેં પણ ક્ષણભર તો ઋષિદત્તાને દોષિત માની લીધી હતી ને? એને “રાક્ષસી' માની લીધી ન હતી? તો પછી બીજા લોકો તો બિચારા માની જ લે ને!
મારા મનમાં બીજો પ્રશ્ન ઊઠ્યો : “આવું કૃત્ય કોણે કર્યું હશે? શા માટે કર્યું હશે? ઋષિદત્તા પ્રત્યે આવી વેરભાવના કોના હૈયામાં જાગી હશે? શા માટે જાગી હશે? ઋષિદત્તાએ કોઈનું કંઈ બગાડ્યું નથી. આશ્રમમાં પણ એનો કોઈ શત્રુ ન હતો અને આવી સુશીલ સ્ત્રીનો શત્રુ કોણ હોય? મેં ખૂબ ગડમથલ કરી પણ સમાધાન ન જ મળ્યું.
મધ્યાહ્નના ભોજન પછી જ્યારે હું શયનગૃહમાં આરામ કરવા ગયો, ત્યારે ઋષિદત્તા મારી પાસે આવી. તેના મુખ ઉપર સહજ નિર્દોષતા હતી... છતાં ઊંડી ઊંડી કોઈ વેદના મેં જાણી. મેં એના બંને હાથ મારા હાથમાં લઈ ખૂબ પ્રેમથી પૂછ્યું, “ઋષિ, આજે તને મારા વર્તાવથી ખૂબ દુ:ખ થયું, નહીં?'
એમાં આપ શું કરો? મારાં પાપકર્મ ઉદયમાં આવે તો આપનાથી પણ એવું વર્તન થઈ જાય! આપને કોઈ દોષ નથી. મારા કર્મનો જ દોષ છે....'
ના, ના, તારાં કર્મો તો સારાં છે! દોષ મારો જ છે!' “જો મનુષ્યનાં કર્મ સારાં હોય તો એને કોઈ દુઃખી ન કરી શકે, એમ મારા પિતાજી કહેતા હતા. માણસનાં પોતાનાં પૂર્વભવોમાં ઉપાર્જિત કરેલાં પાપકર્મો આ ભવમાં ઉદયમાં આવે તો એને દુઃખ આવે છે. આ વાત મને મારા બાપુજી ઘણી વાર સમજાવતા.'
“તારા પિતાજીએ તને શું નથી આપ્યું? કેવું સરસ તત્ત્વજ્ઞાન તને આપ્યું છે! મને પણ તું એ તત્ત્વજ્ઞાનની વાત કરીશ ને?”
For Private And Personal Use Only