________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાંપણે બાંધ્યું પાણિયારું
‘નાથ, આ તમે બોલો છો? શું બોલી રહ્યા છો?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
‘દેવી, તું જ તારું મુખ અરીસામાં જો. તારું મુખ લોહીથી ખરડાયેલું છે અને તારા ઓશીકા પાસે જો.... માંસના ટુકડા પડેલા છે.... બીજી બાજુ આજે રાત્રે નગરમાં એક પુરુષની હત્યા થઈ ગઈ છે...’
ઋષિદત્તા ઝટ પલંગથી નીચે ઊતરી. અરીસામાં પોતાનું મુખ જોયું.... અને ઓશીકા પાસે પડેલા માંસના ટુકડા જોયા.... તે થથરી ગઈ. ક્ષણભર એ વિચારમાં ડૂબી ગઈ.... પણ તુર્ત જ સ્વસ્થ બની, ખૂબ દૃઢતાપૂર્વક તેણે મને કહ્યું :
‘મારા નાથ, જો હું માંસભક્ષિણી હોત તો આપને હું માંસભક્ષણનો નિષેધ કેમ કરત? હું આ બનાવમાં સાવ અજાણ છું.... કંઈ જ જાણતી નથી.... મારા કોઈ વિદ્વેષીએ, મારા જ કોઈ પાપકર્મથી પ્રેરિત થઈને આ કૃત્ય કર્યું લાગે છે... તે છતાં જો આપને મારા પ્રત્યે અપ્રીતિ થઈ હોય.... તો આપ મને શિક્ષા કરી શકો છો.....
એ મારી સામે અનિમેષ નયને જોઈ રહી. એના શબ્દો.... એની આંખો.... એનું વ્યક્તિત્વ.... એ બધાંમાં મને સચ્ચાઈ લાગી. મારું મન બોલી ઊઠ્યું : ‘ના, ના, ઋષિદત્તા નિર્દોષ છે.... જરૂ૨ કોઈ વિદ્વેષી, ઈર્ષ્યાળુ માણસનું આ કાવતરું છે. ઋષિદત્તાને બદનામ કરવા જ આ કામ કોઈ દુષ્ટ માણસે કર્યું છે.’
મેં તુર્ત જ ઋષિદત્તાને કહ્યું : ‘તું નિર્દોષ છે, આવું પાપકૃત્ય તું ન જ કરે.... મેં ખોટી કલ્પના કરી.... મને ક્ષમા કરી દે...’
ઋષિદત્તા તો ઊભી જ રહી હતી.... મારા શબ્દો એણે સાંભળ્યા કે નહીં, તેની મને ખબર ન પડી; પણ મેં તુર્ત જ મારા હાથે જ પાણીથી એનું મુખ ધોઈ નાંખ્યું અને માંસના ટુકડા ખાળમાં નાંખી દીધા. ઋષિદત્તાના હૃદયની શું સ્થિતિ થઈ હશે.... એની કલ્પના મને આવવા લાગી. મેં એની પાસે બેસીને એને આશ્વસ્ત કરી. એના પ્રત્યે મારા હૃદયમાં હવે કોઈ શંકા નથી રહી, એ વાત એના મનમાં ઠસાવવા મેં પૂરો પ્રયત્ન કર્યો.... મને લાગ્યું કે મારો પ્રયત્ન સફળ થયો છે. એના મુખ ઉપર પૂર્વવત્ પ્રસન્નતા ઝળકી ઊઠી.
For Private And Personal Use Only
અમે જ્યારે શયનગૃહની બહાર નીકળ્યાં, ત્યારે જાણે કંઈ જ બન્યું નથી, એ રીતે જ બહાર નીકળ્યાં. ઋષિદત્તા માતાની પાસે પહોંચી ગઈ અને હું સીધો પિતાજીની પાસે ગયો. પિતાજીના મુખ ઉપર ચિંતાની રેખાઓ ઊપસેલી હતી. પ્રજાવત્સલ રાજાને પ્રજાજનની હત્યાના સમાચારથી દુ:ખ થાય, તે સ્વાભાવિક