________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४
પાંપણે બાંધ્યું પાણિયારું આવ્યા છેજેણે મને માંસાહારનાં નુકસાનો સમજાવ્યાં છે.... તે સ્ત્રી આવું હિચકારું કૃત્ય કરે ખરી? મારું મન વ્યગ્ર બની ગયું. પ્રતિપક્ષી વિચારો આવવા લાગ્યા.
હા હા, ગમે તેમ તોય સ્ત્રી છે ને! સ્ત્રીચરિત્ર હમેશાં ગહન હોય છે. નીતિશાસ્ત્રમાં કહેલું છે : “રુપનીરપાયલ’ સાચી વાત લાગે છે. આનું બાહ્ય ક્લેવર જેમ અત્યંત રૂપવાળું છે, તેટલું જ આંતરિક રૂપ અત્યંત ભયાનક લાગે છે... આ રાક્ષસી લાગે છે.... ભયંકર માયાવિની લાગે છે.'
જે ઋષિદત્તા માટે, મેં એને સર્વપ્રથમ જોઈ હતી ત્યારથી માંડીને આજની ક્ષણ સુધી એક પણ ખોટો વિચાર નહોતો કર્યો, તે ઋષિદત્તા માટે મારા મનમાં ખરાબમાં ખરાબ વિચાર આવવા લાગ્યા..
મેં પુનઃ ઋષિદત્તા સામે જોયું. ભલે એના હોઠ, કપોલ, નાક વગેરે લોહીના ડાઘવાળાં હતાં પરંતુ એના મુખ પર સૌમ્યતા હતી.... એના મુખ પર નિર્ભયતા અને નિશ્ચિતતા તરવરતી હતી... વળી મને બોલવા માંડ્યું...
ના, ના, ઋષિદત્તા આવી નિર્દય ન હોઈ શકે, ક્રૂર ન હોઈ શકે, આવું ઘર કૃત્ય આ નારી ન જ આચરી શકે....”
મનમાંથી એ જ પ્રશ્ન ઊઠ્યો : “તો પછી લોહીથી મુખ ખરડાયું કેવી રીતે?”
સમાધાન મળતું નથી.... મન અકળાય છે.... મતિ મૂંઝાય છે.... ત્યાં વિચાર આવ્યો : “એને જ પૂછી જોઉં? એ શું કહે છે? એ અત્યાર સુધી મારી પાસે ક્યારેય અસત્ય બોલી નથી.”
મેં ઋષિદત્તાને જગાડી. શયનગૃહનો દરવાજો બંધ જ હતો. એણે આંખો ખોલી, મારી સામે જોયું. મારા ચહેરા ઉપર એણે ક્યારેય નહીં જોઈ હોય તેવી વિકૃતિ જોઈ હશે... એટલે એણે પૂછ્યું : “નાથ, આજે આપના મુખ પર વિષાદ કેમ છે?” જોકે મને એના આ પ્રશ્નથી એના પર ગુસ્સો આવી ગયો. મનમાં હું બોલી ઊઠ્યો : “તું તારું મોઢું તો જો... વિષાદ ન આવે તો બીજું શું થાય?' પણ ગુસ્સાને દબાવીને મેં ઋષિદત્તાને કહ્યું : “મારે તને કંઈક પૂછવું છે...' તેણે કહ્યું : “પૂછોને!” તેની આંખોમાં નરી નિર્દોષતા તરવરતી હતી.
રાજર્ષિ હરિર્ષણના કુળમાં ઉત્પન્ન થયેલી તું રાક્ષસી છે?' મારો પ્રશ્ન સાંભળીને તે ભયભીત થઈ ગઈ.... એણે પોતાના બે હાથ મારા મુખ ઉપર દાબી દીધા અને ભીની આંખે અને આર્ટ સ્વરે તે બોલી :
For Private And Personal Use Only