________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦.
પાંપણે બાંધ્યું પાણિયારું સાથે જ ઘસઘસાટ ઊંઘી ગયો. દિવસનો ત્રીજો પ્રહર પૂરો થઈ ગયો હતો. જ્યારે હું જાગ્યો, ઋષિદત્તા મારા પલંગ પાસે જ જમીન પર બેઠેલી હતી..... એ ખૂબ પ્રફુલ્લિત હતી. એણે મને પાણી આપ્યું. મેં પાણી પીધું અને પૂછ્યું : ‘તું અહીં ક્યારની બેઠી છે?'
હમણાં જ આવી! માતાએ મને આખો મહેલ બતાવ્યો.. પેલા હરણહરણીને જોઈને માતા એટલાં બધાં રાજી થઈ ગયાં કે હરણીને તો છાતીએ લગાડીને ખૂબ પ્રેમ કર્યો! એમના માટે બગીચામાં મેં સરસ જગા પસંદ કરી છે... આપણા આવાસમાંથી એમને જોઈ શકીએ.. ચાલો, તમને બતાવું....' મારો હાથ પકડી મને એ એક ઝરૂખામાં લઈ ગઈ. ઝરૂખામાંથી તેણે રમતાંખીલતાં હરણ-હરણી બતાવ્યાં. મારું મન પ્રસન્ન થઈ ગયું. મેં એને કહ્યું :
ઋષિ, આપણે માતા પાસે જઈએ.... એ મારી રાહ જોતી હશે...!”
હા, મને કહ્યું હતું માતાએ, એ જાગે એટલે મને કહી જજે... હું તો કહેવાનું જ ભૂલી ગઈ!'
ક્યાં ભૂલી ગઈ છે? મને કહી દીધું! હજુ હમણાં જ હું જાગ્યો છું ને!' “તો હું કહી આવું?” ના, આપણે જ જઈએ...” હું આવું?' તારે વિશ્રામ કરવો છે? “ના, પણ માતાને તમારી સાથે કોઈ વાત.....'
હું હસી પડ્યો. એના મનની વાત હું સમજી ગયો. મેં એને કહ્યું કે “એવો સંકોચ ન રાખીશ ઋષિ, તું ને હું જુદાં નથી....' એણે મારી છાતીમાં મુખ છુપાવી દીધું. અમે બંને માતાની પાસે પહોંચ્યાં. માતાની પાસે મોટા ઘરની આઠ-દસ સ્ત્રીઓ બેઠેલી હતી. માતાની પાસે પડેલા ભદ્રાસન પર હું બેસી ગયો. ઋષિ માતાનાં ચરણોમાં જમીન પર બેસી ગઈ. મળવા આવેલી સ્ત્રીઓએ મારી કુશળતા પૂછી અને આવી રૂપરૂપના અંબાર જેવી પત્ની મળવા બદલ અભિનંદન આપ્યાં. તે સ્ત્રીઓએ ઋષિદત્તાના રૂપની એવી પ્રશંસા કરવા માંડી કે ઋષેિ શરમાઈ ગઈ.... અને ત્યાંથી ઊભી થઈને ભાગવા લાગી! મા હસી પડી અને ઋષિનો હાથ પકડી પોતાના ખોળામાં છુપાવી દીધી. સંધ્યાકાલીન ભોજનનો સમય થયો હોવાથી આગંતુક સ્ત્રીઓ માતાને પ્રણામ કરીને ચાલી ગઈ.
For Private And Personal Use Only