________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
પાંપણે બાંધ્યું પાણિયારું
હજુ મારે દૈનિક કર્તવ્યોથી પ૨વા૨વાનું બાકી હતું. પિતાજીની અનુમતિ લઈ હું સીધો માતાની પાસે પહોંચ્યો. મને જોતાં જ ઋષિદત્તાએ ચિંતિત આંખે મારી સામે જોયું, મેં પૂછ્યું :
‘કેમ?'
‘આપણું હ૨ણ-હ૨ણીનું જોડલું ક્યાં....?’
‘હા! અહીં મંગાવી લઉં?' મેં હસીને પૂછ્યું. માતાને કંઈ સમજાયું નહીં એટલે એણે જિજ્ઞાસાથી મારી સામે જોયું. મેં માતાને કહ્યું :
‘અમે આશ્રમમાંથી એક સરસ હરણ-હરણીનું જોડું સાથે લઈ આવ્યાં છીએ. મા તને પણ એ ગમી જશે!'
‘એમ? ક્યાં છે એ હરણ-હરણી? મહેલના જ પાછળના બગીચામાં એને રાખીશું... કેમ બેટી?' માએ ઋષિદત્તાને પૂછ્યું. ઋષિદત્તાએ માથું નમાવીને પોતાની સંમતિ આપી દીધી. મેં દાસીને સૂચના આપી. દાસી હરણ-હરણીને લેવા ચાલી ગઈ અને ઋષિદત્તાને લઈ હું મારા આવાસમાં પહોંચી ગયો. સ્નાનાદિથી નિવૃત્ત થઈ અમે બેઠાં જ હતાં, ત્યાં માતાએ ભોજન માટે બોલાવ્યાં.
‘તમારી માતા કેટલાં પ્રેમાળ છે! મને ખૂબ ગમી ગયાં....' ઋષિદત્તા મારો હાથ પકડીને, મારી સામે જોઈને બોલી.
‘તારી વાત સાચી છે. માતા તો વાત્સલ્યની ગંગા છે!'
અમે ભોજન માટે પહોંચી ગયાં. હું જમવા બેઠો. ઋષિદત્તા માતાની પાસે જઈને બેઠી, માતાએ એને મારી સાથે જમી લેવા કહ્યું, પણ એણે ના પાડી. એણે માતાની સાથે ભોજન કરવાનો આગ્રહ રાખ્યો. માતાએ એનો આગ્રહ માન્ય રાખ્યો. મેં માતાને કહ્યું :
‘એ એના હરણ-હ૨ણીને જાતે લીલુંછમ ધાસ ખવડાવશે, ત્યારે જ એને ભોજન ભાવશે! માટે પહેલાં એ કામ કર!' માતાએ ઋષિદત્તાના મુખ પર પોતાનો પ્રેમાળ હાથ ફેરવ્યો અને પ્રસન્નવદને કહ્યું :
‘બેટી, પશુમાં પણ આપણા જેવો જ આત્મા વસે છે, એના સુખ-દુઃખનો વિચાર આપણે કરવો જ જોઈએ.... આજે તો હું પણ તારી સાથે આવીશ. આપણે બંને એ જોડલાને ખવડાવીશું!' ઋષિદત્તાની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. માએ પોતાના વસ્ત્રથી એનાં આંસુ લૂછ્યાં.
ભોજનથી નિવૃત્ત થઈને મેં વિશ્રામ કરવાનું વિચાર્યું. ઋષિદત્તા માતાની સાથે હતી. હું શયનગૃહમાં પહોંચ્યો. દીર્ઘ યાત્રાનો થાક હતો. પલંગમાં પડતાંની
For Private And Personal Use Only