________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
પાંપણે બાંધ્યું પાણિયારું બેટી, તને ક્યા નામથી બોલાવું?” ‘ઋષિદત્તા” નીચી દૃષ્ટિએ ને નતમસ્તકે એણે જવાબ આપ્યો. મેં માતાને કહ્યું : હું પિતાજીનાં ચરણે નમસ્કાર કરી આવું મા!' ઋષિદત્તાને પણ સાથે લઈ જા....” માતાના નેહભર્યા વ્યવહારથી મન નિર્ભય થઈ ગયું હતું. પિતાજી પાસે જવાનો સંકોચ રહ્યો ન હતો. પિતાજીના ખંડમાં અમે પ્રવેશ કર્યો. પિતાજી પ્રસન્નચિત્ત હતા. મેં જઈને એમનાં ચરણે પ્રણામ કર્યા. ઋષિદત્તાએ પણ પ્રણામ કર્યા. પિતાજીએ અમારા બંનેના મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. મારો હાથ પકડી એમની પાસે બેસાડ્યો.... મેં ઋષિદત્તાને આંખોના ઇશારાથી માતાની પાસે પહોંચી જવા જણાવી દીધું. તુર્ત જ પિતાજી બોલ્યા :
બેટી, હવે આ મહેલ તારું ઘર છે. સુખી થાઓ...
ઋષિદત્તાએ મસ્તક નમાવીને પિતાજીને નમસ્કાર કર્યા. અને ધીમે પગલે નતમસ્તકે તે ખંડમાંથી બહાર નીકળી ગઈ. પિતાજી એને જતી જોઈ રહ્યા હતા. એના ગયા પછી તેઓએ મારી સામે જોયું અને બોલ્યા :
વત્સ, અમરાવતીના મહારાજા હરિફેણ મારા પરિચિત હતા. રાજ્યનો ત્યાગ કરીને રાણી પ્રીતિમતિ સાથે તેમણે આશ્રમવાસ સ્વીકારેલો, તે હું જાણતો હતો. એટલે આ કન્યા રાજકન્યા જ છે. એની મુખાકૃતિ કહે છે કે મારી પુત્રવધૂ સુશીલ છે. જેવું રૂપ છે તેવા જ ગુણ છે.' - હું નતમસ્તકે, દૃષ્ટિ જમીન પર સ્થાપીને સાંભળી રહ્યો હતો. પિતાજીના શબ્દો સાંભળીને મને અવર્ણનીય આનંદ થયો. ખરેખર મને ‘ઋષિદત્તા પુણ્યશાલિની
સ્ત્રી છે.' એ વાતનો નિર્ણય થયો. પિતાજીએ મને કોઈ જ ઉપાલંભ ન આપ્યો... “તેં મને કંઈ પુછાવ્યું પણ નહીં? કાવેરી કેમ ન ગયો? કાવેરીપતિ મારા પ્રત્યે કેવા નારાજ થશે? તે અયોગ્ય પગલું કેમ ભર્યું...?' આવું કંઈ જ ન બોલ્યા. ઋષિદત્તાની પ્રશંસા કરી. એટલું જ નહીં, પરંતુ મને શિખામણ આપી કે :
બેટા, ઋષિકન્યા છે, રાજમહેલની રીતભાતથી ટેવાતાં વાર લાગશે... એના પર ગુસ્સો ન કરીશ.... સાવ મુગ્ધા છે....'
પિતાજી પાસેથી આવા સૌજન્યભર્યા વ્યવહારની કોઈ આશા ન હતી! અને સૌજન્યભર્યો વ્યવહાર જોવા મળ્યો, તેથી મારા હૃદયમાં તેઓના પ્રત્યે આદરભાવ વધી ગયો.
For Private And Personal Use Only