________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૩૭ “મારે આ ઋષિકન્યા પુત્રવધૂ નથી જોઈતી...' તો શું થાય? ક્ષણવાર તો મારું હૃદય ચચરી ઊઠ્યું. મેં ઋષિદત્તા સામે જોઈ લીધું... પરંતુ એ તો જંગલની નૈસર્ગિક શોભા જોવામાં તલ્લીન હતી. મેં તુર્ત મારી દૃષ્ટિ પાછી ખેંચી લીધી. મારા મનમાં એક સમાધાન જ ડી ગયું.... હું માતાના ચરણોમાં મસ્તક મૂકીને, પિતાજીને મનાવી લેવા માતાને કહીશ. કરુણામયી માતા જરૂર મારી વાત માનશે. એને તો ઋષિદત્તા જોતાં જ ગમી જશે! માતાના સંરક્ષણ વિચારે મને આ શસ્ત કર્યો. મને માતાના વિચારો આવવા લાગ્યા. “માતા ઋષિદત્તાને રાજમહેલની જીવનપદ્ધતિ ખૂબ પ્રેમથી શીખવાડી દેશે. ઋષિદત્તા કોઈ ભૂલ કરશે તો પણ માતા ગુસ્સે નહીં જ થાય.. જોકે આ મુગ્ધા કન્યાને જોતાં જ ગુસ્સો આવ્યો હોય તો પણ ઊતરી જાય એવો છે....... અને વળી મેં ઋષિદત્તા સામે જોયું! એ વખતે ઋષિદનાની દૃષ્ટિએ મને પકડી પાડ્યો. તેણે મને કહ્યું : ‘આ સામે દેખાય તે રથમર્દન નગર છે ને નાથ?'
હા, એ જ આપણું નગર છે!' એ નગર તરફ એકીટસે જોઈ રહી હતી. હું એની સામે જોઈ રહ્યો હતો. રથના અશ્વોની ગતિ વધી રહી હતી.... જાણો અશ્વો પણ પોતાના નગરને ઓળખી ગયા હતા! બહુ થોડા સમયમાં અમે નગરના બાહ્ય પ્રદેશમાં પહોંચી ગયાં.
ત્યાં તો અમારું સ્વાગત કરવા મંત્રીમંડળ અને હજારો નગરજનો અમારી રાહ જોતા ઊભેલાં હતાં. અમારા પહોંચતાં લોકોએ જયધ્વનિ કરવા માંડ્યો. સહુની નજર ઋષિદત્તા તરફ જતી હતી. મને લાગ્યું કે સહુ લોકો ઋષિદત્તાને જોઈને રાજી થયા છે. મારા મનમાં આનંદ થયો. મહામંત્રીએ મારી કુશળતા પૂછી. મેં ખૂબ નમ્રતાથી પ્રત્યુત્તર આપ્યો. ત્યાર પછી ખૂબ ધામધૂમથી અમારો નગરપ્રવેશ થયો. નગરમાં ઠેર ઠેર પ્રજાજનો અમને ઉમળકાથી વધાવતા હતા. ઋષિદત્તાના મુખ ઉપર પ્રસન્નતા હતી. મારું ચિત્ત પણ આનંદિત થયું હતું.
અમે રાજમહેલે પહોંચ્યાં. નગરજનોને બે હાથ જોડી અભિવાદન કર્યું, અને ઋષિદત્તા સાથે મેં મહેલમાં પ્રવેશ કર્યો. આમ તો હું સીધો પિતાજી પાસે જ જાત, પરંતુ ઋષિદત્તાને સંકોચ ન થાય એટલા માટે અમે પહેલાં માતાની પાસે ગયાં. મેં માતાનાં ચરણે પ્રણામ કર્યા. ઋષિદત્તાએ પણ મારું અનુકરણ કર્યું. માતાએ અમારા બંનેના માથે હાથ મૂકીને હૃદયનાં હેત વરસાવ્યાં. ઋષિદત્તાને તો માતાએ પોતાના ખોળામાં જ લઈ લીધી.... વારંવાર એના મુખ સામે જોવા લાગી.... અને પ્રેમથી એને ભીંજવી નાંખી! ઋષિદત્તા ખૂબ શરમાઈ ગઈ હતી.... માતાએ એને જ પૂછુયું :
For Private And Personal Use Only