________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષિદત્તાએ જ્યાં રથમાં પગ મૂક્યા, તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. જો મેં એને પકડી લીધી ન હોત, તો એ પડી જાત. એ એની જન્મભૂમિને છોડી એના માટે અજાણી દુનિયામાં આવી રહી હતી ને! એની પ્રસન્નતા માટે મેં હરણ અને હરણીના જોડલાને સાથે જ લીધું હતું.
મેં એને ખુબ સાત્ત્વના આપી. મારા ઉત્તરીય વસ્ત્રથી એનાં આંસુ લૂછયાં. એ કંઈક સ્વસ્થ થઈ એટલે અમે પ્રયાણ આરંભી દીધું. મારા હૃદયમાં ઋષિદત્તા પ્રત્યે જેમ પ્રેમ હતો, તેમ કરુણા પણ હતી. રાજર્ષિએ એના માટે કરેલી લાગણીભરેલી ભલામણો મને બરાબર યાદ હતી. જોકે ઋષિદત્તાનું વ્યક્તિત્વ જ એટલું મોહક હતું કે મને ક્યારેય એના પ્રત્યે અણગમો થાય, એ શક્ય ન હતું.
માર્ગમાં અમે જ્યાં જ્યાં રોકાતાં હતાં, પડાવ નાંખતાં હતાં, ત્યાં ત્યાં ઋષિદત્તા પોતાની સાથે લીધેલાં કેટલાંક ફળને વાવતી હતી! મેં આશ્રમમાં પણ જોયેલું કે એને વૃક્ષારોપણ કરવાનું ખૂબ ગમતું હતું. મેં એને પૂછેલું પણ ખરું. કે “આ ક્યાં ફળ છે?' એણે કહ્યું : “આ “સદાફળ” વૃક્ષનાં ફળ છે અને મને ખૂબ ગમે છે.” એ જે તન્મયતાથી વૃક્ષારોપણ કરતી હતી. હું જોઈ રહેતો હતો. મને ખૂબ આનંદ થતો હતો. મેં એને કહેલું : “ઋષિદત્તા, રાજમહેલમાં આવું વૃક્ષારોપણ કરવાનું નહીં મળે!” એણે પ્રત્યુત્તર આપ્યો : “એટલે મને માર્ગમાં પેટ ભરીને વૃક્ષારોપણ કરી લેવા દો!' અને એણે મારી સામે કેવી નિર્દોષ આંખોથી જોયું હતું! આમેય એ મૃગનયના હતી. એની આંખોમાં ખરેખર કામણ હતું.
જેમ જેમ રથમદન નગર નજીક આવતું હતું, તેમ તેમ મારા મનમાં માતાના અને પિતાજીના વિચારો વધુ આવતા હતા. “શું માતા નારાજ તો નહીં થાય ને? શું પિતાજી રોષે તો નહીં ભરાય ને?કાવેરી જવાનું મારી ઇચ્છાથી જ માંડવાળ કર્યું હતું. ઋષિદત્તા સાથે લગ્ન પણ મેં મારી ઇચ્છાથી જ કર્યા હતાં. મારા જીવનમાં આ રીતે માતા-પિતાને પૂછ્યા વિના મારી ઇચ્છાથી મહત્ત્વના નિર્ણય કર્યા હતા. મારી આજ્ઞાંકિતતા મને થોડીક ચિંતિત કરતી હતી. માતા-પિતાની નારાજી મારા જેવા આજ્ઞાંકિત રાજકુમારને પોસાય એમ ન હતી.... બીજી ચિતા તો મને ન હતી, પરંતુ જો પિતાજી આજ્ઞા કરી દે કે
For Private And Personal Use Only