________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪.
પાંપણે બાંધ્યું પાણિયારું તો મેં જોઈ જ નહોતી... હે તાત, તમે જ મારી માતા હતા..... મારું સર્વસ્વ હતા.... હે તાત. તમે આ શું કર્યું....?'
હું ઋષિદત્તાને ઉપાડીને અમારી કુટિરમાં લઈ આવ્યો. તેના અસ્તવ્યસ્ત થઈ ગયેલા વાળ ઠીક કર્યા. આંસુઓથી ખરડાયેલું એનું મુખ પાણીથી ધોઈ નાંખ્યું. એને મારી કોમળ શયામાં સુવાડી, હું એની પાસે બેઠો. મને લાગ્યું કે અત્યારે મારે એને પૂરી સાત્ત્વના આપવી જોઈએ. એના ઘવાયેલા હૃદયને ખૂબ પંપાળવું જોઈએ....” જરાય નહીં ધારેલી એવી અતિ દુ:ખદ ઘટના ક્ષણોમાં બની ગઈ હતી....
આશ્રમમાં અગ્નિની જ્વાળાઓ દૂરથી જોઈને મારા સૈનિકો પણ આશ્રમમાં આવી ગયા હતા. મને અને ઋષિદત્તાને વિલાપ કરતાં જોઈને, તેમને કંઈક અમંગળની આશંકા થઈ જ હતી. સેનાપતિએ ધીમે પગલે મારી પાસે આવીને, મારા કાનમાં પૂછ્યું પણ ખરું. મેં સેનાપતિને સંક્ષેપમાં બનેલી ઘટના કહી સંભળાવી. સેનાપતિની આંખો પણ ભીની થઈ ગઈ. વજ હૃદયના સૈનિકો પણ રાજર્ષિના અગ્નિપ્રવેશની વાત જાણી, રડી પડ્યા.
મને લાગ્યું કે “ઋષિદત્તા માટે આ વાતાવરણ વધુ વેદના આપનારું બન્યું છે.' મેં સૈનિકોને છાવણીમાં મોકલી દીધા. મેં મારું ધ્યાન ઋષિદરા તરફ કેન્દ્રિત કર્યું.
દેવી! હવે તારે શોક ન કરવો જોઈએ, તારા પિતાજીએ પૂર્વાવસ્થા રાજા તરીકે વિતાવી હતી અને ઉત્તરાવસ્થા વ્રતધારી ઋષિ તરીકે વિતાવી, તેમણે પોતાનું આત્મકલ્યાણ સાધી લીધું છે. તેમની પાછળ કલ્પાંત ન કરવો જોઈએ.' મેં ઋષિદત્તાના મસ્તકે મારો હાથ ફેરવવા માંડ્યો. તેનાં ડૂસકાં ઓછાં થવા લાગ્યો. તેની આંખો સૂઝી ગઈ હતી. મુખ પ્લાન થઈ ગયું હતું... ઘોર ઉદાસીનતાએ, અપાર વિવશતાએ એને ભાંગી નાંખી હતી....
ધીરે ધીરે તેણે મારી સામે... મારી આંખો સાથે આંખો મિલાવી. મેં કહ્યું : ઋષિદના, શું તને મારા ઉપર વિશ્વાસ નથી? શું હું તને નથી ચાહતો? મારા શબ્દો સ્નેહથી ભીના ભીના હતા. તેણે મારા બે હાથ પકડી લઈને માથું હલાવીને હા પાડી... તેના હોઠ સુકાતા હતા. મેં પાણીનો પ્યાલો આપ્યો; તે બેઠી થઈ અને પોતાના હાથે મારા મોઢે પ્યાલો લગાડ્યો. મેં બે ઘૂંટડા પાણી પીધું, પછી એણે પાણી પીધું. પાણી પીને તેણે મારા ખોળામાં મસ્તક મૂકી દીધું. હું એના મસ્તકને પંપાળતો રહ્યો...
For Private And Personal Use Only